ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા ઇસમોને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબ નાઓએ આ ખાસ ડ્રાઇવ દરમ્યાન અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ . જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે એલ.સી.બી ટીમને ગઇ કાલ તા .૨૪ / ૦૫ / ૨૦૨૨ નાં રાત્રિના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ફોર – વે ચોકડી પાસે એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની હકિકત આધારે ઇસમને લાયસન્સ વગરના પ્રાણઘાતક અગ્નિશસ્ત્ર તમંચા સાથે પકડી પાડેલ છે . પકડાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી , આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
પકડાયેલ આરોપી જસુ ડાયાભાઇ ચાવડા , ઉ.વ. ૨૯ , રહે.વાવેરા , તા.રાજુલા , જિ.અમરેલી , છું પકડાયેલ અગ્નિશસ્ત્ર એક દેશી બનાવટનો તમંચો ( અગ્નિશસ્ત્ર ) કિં.રૂ .૨૫૦૦ / ♦ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી જસુ ડાયાભાઇ ચાવડા વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી . થયેલ છે . ( ૧ ) રાજુલા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં , ૧૭૫ / ૨૦૧૫ પ્રોહી . કલમ ૬૫ ઇ , ૬૬ બી મુજબ . ( ર ) રાજુલા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં .૧૮૨ / ૨૦૧૫ પ્રોહી . કલમ ૬૫ ઇ , ૬૬ બી મુજબ ( ૩ ) રાજુલા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૪૮ / ૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૩૨૬ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments