fbpx
ભાવનગર

પી.એમ.પોષણ યોજના અંતર્ગત તળાજા તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતે પેન્ટીંગ કામ કરવાં અંગેનાં ભાવો મંગાવાયા

પી.એમ.પોષણ યોજના અંતર્ગત તળાજા તાલુકાની ૧૫૨ પ્રાથમિક શાળાઓમાં કેન્દ્રો ખાતે P.M.POSHN (MDM) નો લોગો સાથે દિવાલ પર પાકા કલરથી પેન્ટીંગ કામ કરાવીને કે ૩ ફુટ * ૩ ફુટની સાઇઝના ૩mm થીકનેશની ફોર્મ શીટ પર ઇકો ડીજીટલ વિનાયલ પ્રિન્ટ કરાવીને લેમીનેશન શીટ શાળામાં લાંબો સમય રહે તે રીતે ફિટીંગ કરવાની રહેશે. ઉક્ત બાબતે નોટીસ બોર્ડ અને પેન્ટીંગ કરવા માટે ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય, જેમાં ટેન્ડર ભરવા માંગતા હોય, તેમણે ભાવ/ ક્વોટેશન સાથેની અરજી મામલતદાર કચેરી તળાજા, રોયલ ચોકડી, તા.તળાજા, જિ.ભાવનગરનાં સરનામે દિન-૭માં (જાહેર રજા સિવાય) રજી.એડી/ સ્પીડ પોસ્ટ/ રૂબરૂમાં કરવાની રહેશે. અધુરી વિગતવાળી તેમજ સમયમર્યાદા બહારની રજુ થયેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી તેમ મામલતદારશ્રી, તળાજાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts