fbpx
રાષ્ટ્રીય

પુલવામા એન્કાઉન્ટરઃ સેનાએ બે આતંકીને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામાના તિકેન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સેના સાથે અથડામણમાં બે આતંકી ઠાર થયા છે. આ આતંકીઓ અલબદ્ર સંગઠન સાથે જાેડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં સર્ચ-ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેનાએ દરોડા પાડ્યા હતા, ત્યારે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબી કાર્યવાહીમાં બે આતંકી ઠાર કરાયા. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે અલગ અળગ અથડામણમાં અંદાજે ૨૦૦ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
શ્રીનગરના હવલ ચોક વિસ્તારમાં રવિવારે આતંકીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવી હતી. આ હુમલામાં એક જવાન અને એક નાગરિક ઘાયલ થયા હતા. આ પહેલાં ૨૬ નવેમ્બરે શ્રીનગરના એચએમટી વિસ્તારમાં આતંકીઓએ સેના પર હુમલો કર્યો હતો. એ હુમલામાં બે જવાન શહીદ થયા હતા. આ હુમલો મુંબઈની ૧૨મી વરસી પર કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts