પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા ખીજડીયા રાદડીયા ગામે વોર્ડ નં. ૩ માં ભૂગર્ભ ગટર લાઈનનું ખાતમુર્હુત કર્યું
અમરેલી તાલુકાના ખીજડીયા રાદડીયા ગામે પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા ખીજડીયા રાદડીયા ગામે વોર્ડ નં. ૩ માં ભૂગર્ભ ગટર લાઈનના કામે ફાળવેલ ૩.૦૦ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈનનું ખાતમુર્હુત કરી અમરેલી તાલુકાના ઉપપ્રમુખ વિપુલ પોકિંયાએ કામ ચાલુ કરાવેલ. આ તકે ખીજડીયા રાદડીયા ગામના ઉપસરપંચ રણજીતભાઈ ધાધલ, પુનાભાઈ સખરેલીયા, ગંગદાસભાઈ પોંકિયા, ધનજીભાઈ તળાવીયા, ચેતનભાઈ પોંકિયા, રવજીભાઈ સોલંકી, મનજીભાઈ સાવલીયા વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા અને પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
Recent Comments