દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવગાંધીની પુણ્યતિથીની બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ ઉજવણી કરવામાં આવી અહીં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સ્વ રાજીવગાંધીને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શહેરના જાહેર માર્ગો અને બઝારોમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લોકોને માસ્ક નું વિતરણ કરી માસ્ક અચૂક પેરવાની અપીલ કરી હતી તેમજ રાજીવગાંધીનીની પુણ્યતિથીએ બાબરા લાઠી અને દામનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સાધનો ખરીદી માટે ૫૦ લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી જેના પત્ર ની નકલ બાબરા સિવિલ હોસ્પિટલના ડો મિહિર તેરૈયા ને અર્પણ કરવામાં આવી હતી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવગાંધીની પુણ્યતિથિની દેશભરમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં પણ પ્રદેશ કોંગ્રેસની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાઠી વિધાનસભા વિસ્તારમાં લોકોને વિનામૂલ્યે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હાલ કોરોના મહામારીમાં લોકોને આરોગ્ય સવલતો વધુ સારી બને તે માટે બાબરા અને લાઠી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ખરીદી માટે ૨૦ લાખ તેમજ ઓક્સિજન વેન્ટિલેટરની ખરીદી માટે ૨૦ લાખ મળી કુલ ૪૦ લાખ ની ગ્રાન્ટ બંને તાલુકામાં ફાળવવામાં આવી છે તેમજ દામનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન વેન્ટિલેટરની ખરીદી માટે ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે આમ બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલમાં કુલ ૫૦ લાખ ની ગ્રાન્ટ મેડિકલના ઉપયોગ માટે ફાળવવામાં આવી હતી આ તકે તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,મનસુખભાઈ પલસાણા,ધીરુભાઈ વહાણી,ઉકેસભાઈ શિયાણી,અશોકભાઈ ખાચર,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવગાંધીની પુણ્યતિથિએ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લાઠી બાબરા અને દામનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સની ખરીદી માટે ૫૦ લાખ ની ગ્રાન્ટ ફાળવી

Recent Comments