ઉમરાળા ના ટીમ્બિ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને પૂજ્ય સંતો ના વરદહસ્તે દર્દી કલ્યાણ માટે એક લાખ નું દાન અર્પણ આરોગ્ય ધામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી વાકેફ એવા અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરી રહેલા, સમાજના આધ્યાત્મિક માર્ગદર્શક અને સદ્ગુરૂદેવ પ્રત્યે અનહદ આદરભાવ ધરાવતા વંદનીય પૂ. ધરમદાસબાપા (આનંદપુંજ આશ્રમ તથા પૂ. ધરમદાસબાપા સદભાવ સેવા સંસ્થાન-શિહોર) તરફથી વંદનીય પૂ. મીરાબા ધરમદાસબાપા નાં હસ્તે રૂા.૧.૦૦૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા માં અનુદાનનો ચેક દર્દીનારાયણ સારવાર અર્થે મંત્રી બી. એલ. રાજપરા અને ટ્રસ્ટી-લવજીભાઈ કે. નાકરાણી તથા સેવકથી લક્ષ્મણભાઈ ની ઉપસ્થિતમાં અર્પણ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા અગાઉ પણ વખતોવખત હોસ્પિટલને અનુદાન પ્રાપ્ત થયેલ છે તેમજ તેમનાં અનુયાયી વર્ગને પણ આપણી આ સેવાકિય પ્રવૃતિમાં અનુદાન આપવા પ્રેરીત કર્યા છે. હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે પૂ. ધરમદાસબાપા તથા પૂ. મીરાબા નો હધ્યપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.
પૂ. ધરમદાસબાપા સદભાવ સેવા સંસ્થાન-શિહોર તરફથી એક લાખનું સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલને દાન

Recent Comments