પેટ્રોલ-ડીઝલ, ખાતર, શાકભાજીના ભાવમાં વધારો થતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે થઈ ઝપાઝપી
પેટ્રોલ-ડીઝલ, ખાતર અને ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના વિરોધમાં રાજકોટ જિલ્લા કોગ્રેસે વિરોધ કર્યો હતો. રાંધણગેસના ભાવ વધતા કોંગ્રેસના મહિલા કાર્યકરોએ વિરોધ કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહીતના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે વિરોધ કરતા કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, એક પણ વસ્તુ મોંઘવારીના વધારાની બાદ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘોર નિંદ્રામાં છે.
આ સાથે કોંગ્રેસના અન્ય નેતાઓએ કહ્યું હતું, જે રોજનું કમાઈન રોજનું ખાવાવાળા છે તેમને આ કારણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક કોંગ્રેસના કાર્યકરો ગળામાં શાકભાજીનો હાર પહેરીને આવ્યા હતા અને તેમને વધી રહેલા શાકભાજીના ભાવને લઈને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોલીસ દ્વારા આ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ સાથે કાર્યકરોની ઝપાઝપી પણ થઈ છે. અગાઉ પણ આ પ્રકારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થતા પોલીસ વચ્ચે ઝપાઝપીના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આગામી સમયમાં ચિંતન શિબિર બાદ કોંગ્રેસ અન્ય રણનીતીના મૂળમાં છે.
Recent Comments