પેપર લીકના કારણે ઉમેદવારોને માનસિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી ભરતી માટેની પરીક્ષામાં ૯થી વધુ પેપર લીક થયા છે અને લગભગ દરેક કિસ્સામાં પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. હેડ ક્લાર્કની પરીક્ષા ૮૮,૦૦૦ ઉમેદવારે આપી હતી. ૧૮૬ જગ્યા હતી એટલે પરીક્ષા આપનારાઓમાંથી ૧૮૬ ઉમેદવાર એવા હતા કે તેઓને નોકરી ચોક્કસપણે મળી જ જવાની હતી. કારણ કે, તેઓએ ખંતથી મહેનત કરી હતી અને હોશિયાર પણ હતા.
જાેકે સરકારે પરીક્ષા રદ કરી નાખી છે ત્યારે આ ર્નિણય લેવા કરતા અન્ય એક રસ્તો પણ અપનાવી શકાય તેમ પણ હતો. જે કૌભાંડી ઉમેદવારો સુધી લીક થયેલું પેપર પહોંચ્યું હતું તેઓની બાદબાકી કરી જેટલી ભરતી કરવાની હતી તેના દસગણા ઉમેદવારોને પાસ કરી તેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, ત્યારબાદ તે ઉમેદવારોની નવેસરથી પરીક્ષા લઈને તેમાંથી ૧૭૮ની પસંદગી કરવામાં આવે. જાે આમ કરવામાં આવે તો જે હોશિયાર ઉમેદવારો હતા. તેઓને અન્યાય નહીં થાય, તેઓના માનવ કલાકો પણ બચી જશે અને માનસિક ત્રાસ પણ અનુભવવો નહીં પડેકરોડો રૂપિયા અને માનવ કલાકની વાતને સરકારે જે પ્રમાણે ર્નિણય લીધો છે તે મુજબ સહજતાથી લેવામાં આવે તો ઉમેદવારોને સૌથી વધુ આઘાત લાગ્યો છે પરીક્ષા રદ થવાનો. કારણ કે, તેઓએ સતત ત્રણથી આઠ મહિના સુધી તૈયારી કરી હતી, ક્લાસીસની ફી ભરી હતી, પરિવારથી અલગ રહ્યા હતા, મનોરંજનથી દૂર રહ્યા હતા, આમ છતાં આ તમામ બાબતો પર પાણીઢોળ થઈ ગયું છે એટલે આવા ઉમેદવારોને ન સહન કરી શકાય તેઓ ત્રાસ વેઠવાનો વારો આવી પડ્યો છે તેમ નિષ્ણાતો કહી રહ્યા છે.
આ મુજબ ગણતરી કરવામાં આવે તો ૮૮,૦૦૦ ઉમેદવારે ૩૦૮ કરોડ રૂપિયાની ફી ચૂકવીને તૈયારી કરી હતી. ૩૦ ટકા ઉમેદવારો એવા હોય છે કે જેઓને અન્ય શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જવું પડતું હોય છે. તેઓનો એક મહિનાનો ફી ઉપરાંતનો વધારાનો ખર્ચ એક મહિનાનો પાંચથી સાત હજાર રૂપિયા કરવો પડતો હોય છે. તેની ગણતરી કરવામાં આવે તો લગભગ ૧૮ કરોડ રૂપિયા ૩૦ ટકા વિદ્યાર્થીઓ રહેવા અને જમવા માટે કરે છે. ફી અને રહેવા-જમવાની રકમ અંદાજે ૩૨૬ કરોડ રૂપિયાથી વધુ થાય છે.
Recent Comments