fbpx
બોલિવૂડ

પોન્નિયિન સેલવન ૧ ઓનલાઈન લીક થતા ફિલ્મ મેકર્સ ચિંતામાં

‘પોન્નિયિન સેલવન ૧’ મણિરત્નમની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ઓડિયન્સ ઘણી ઉત્સાહિત છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગથી લગભગ ૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પરંતુ હવે ફિલ્મ મેકર્સની ચિંતા વધી ગઈ છે, રિપોર્ટ્‌સના અનુસાર, થિયેટરમાં રિલીઝ થયાના થોડા કલાક પછી આ ફિલ્મ ઓનલાઈન વિવિધ ટોરેન્ટ સાઈટ જેવી ફિલ્મીવેપ, ૧૨૩મૂવીઝ અને ટેલિગ્રામ પર લીક થઈ ગઈ છે. આ સાઈટ પર આ ફિલ્મ ફ્રીમાં જાેઈ શકાય છે અને ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. રિપોર્ટ્‌સના અનુસાર, પોન્નિયન સેલવન ટીમ પાઈરેસીથી બચવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહી છે. આ ફિલ્મની ટીમ પ્રયાસ કરી રહી છે કે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર તેની કોઈ અસર ન થાય. ફિલ્મ મેકર્સે ઓડિયન્સને પાઈરેસીની વિરુદ્ધ લડાઈમાં તેમનો સાથ આપવા માટે વિનંતી કરી છે. મેકર્સ ફિલ્મ માત્ર થિયેટરમાં જાેવા માટે વિનંતી કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “આ ગ્રાન્ડ ફિલ્મને માત્ર મોટા પડદા પર જ જુઓ”, તમે જણાવી દઈએ કે, ૧૯૫૭ના કોપીરાઈટ એક્ટ અંતર્ગત પાઈરસી એક ગુણો છે. ‘પોન્નિયિન સેલવન’ બે પાર્ટ્‌સમાં રિલીઝ થશે. આજે આ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મમાં ચિયાન વિક્રમ, કાર્થી, ઐશ્વર્યા રાય બચ્ચન,તૃષા કૃષ્ણન જાેવા મળશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના ગુરુ અને નિર્દેશક મણિરત્નમની સાથે ૧૨ વર્ષ પછી કામ કરી રહી છે. છેલ્લે બંનેએ ૨૦૧૦માં આવેલી ‘રાવન’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’ સાથે બોક્સ ઓફિસ પર ટકરાય રહી છે. તમને જણાવી દઈએ કે ‘વિક્રમ વેધા’ ૨૦૧૭માં આવેલી તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેક છે. આ તમિલ ફિલ્મને ઓડિયન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts