પોલીસમાં ગ્રેડ પે મુદ્દે રાજનીતિ કરવી એ યોગ્ય નથી : ગૃહમંત્રી
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજ્યના ગૃહમંત્રી સુરત ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે તેમના પરિવાર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી, ત્યારબાદ તેઓ પોતાની કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં બહેનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથોસાથ મહિલા પોલીસ કર્મચારીઓએ પણ ગૃહમંત્રીને રાખડી બાંધી હતી. હર્ષ સંઘવીએ તમામ મહિલા પોલીસ કર્મચારીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને ભેટ સ્વરૂપે રાષ્ટ્રધ્વજ આપ્યો હતો.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે.
ગૃહમંત્રીને રાખડી બાંધવા માટે તેમના મતવિસ્તારની બહેનો તેમજ સાથે સાથે પોલીસ મહિલા કર્મચારીઓ પણ પહોંચી હતી. મહિલા પોલીસ કર્મચારીએ તેમની દીર્ઘાયુષ્ય પ્રાર્થના કરી રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ વિભાગના બે ગ્રેડને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમયાંતરે બેઠકો કરી રહ્યા છે અને આ દિશામાં કોઈ ઉચિત ર્નિણય લેવાની માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે, તેમણે કેજરીવાલનું નામ લીધા વગર બે ગ્રેડને લઈને ઝાટકણી કાઢી હતી. કેટલાક લોકો કર્મચારીઓને લાભ ન મળે તેવા પ્રયાસ કરતા હોય તેવું લાગે છે. આવા મુદ્દે રાજનીતિ કરવીએ યોગ્ય નથી. ગુજરાતની જનતા ખૂબ સારી રીતે એવા લોકોની માનસિકતા ઓળખે છે.
Recent Comments