પોસ્ટમાર્ટમ રૂમની બહાર જાહેરમાં પિતાના મૃતદેહને લઈ જવા મામલે બે ભાઈઓએ છુટા હાથની મારામારી કરી
સુરતની સિવિલ હોસ્પિટલમાં એક ખુબજ શરમનાક ઘટના જોવા મળી હતી જેમાં પિતાના મૃતદેહ ને લઈ બંને ભાઈઓ પોસ્ટમાર્ટમ રૂમની બહાર જાહેરમાં બાખડી પડ્યા હતા બંને ભાઈઓએ છુટા હાથની મારામારી કરી હતી.
સુરતમાં પિતાને મોત બાદ મોતનો મલાજો પણ તેમના સંતાનો એ જાળવી ન રાખ્યો નેપાળી પરિવારના એક વૃદ્ધનું મોત થયું હતું ત્યારે મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતી
તે દરમિયાન તેમનાથી જુદા રહેતા બે પુત્ર પણ આવ્યા હતા પિતાને જીવતા તો સાથે ના રાખી શક્યા પરંતુ મર્યા બાદ પણ બંને ભાઈઓએ જાહેરમાં મારામારી કરી હતી. પિતાના મૃતદેહને લઈ જવા બાબતે બંને ભાઈઓ જાહેરમાં જ બાખડી પડ્યા હતા. ૨૦૦ જેટલા સમાજના લોકો વચ્ચે પણ બંને ભાઈઓ ઝઘડતા રહ્યા પરિવારના વડીલોએ બંને ભાઈઓને સમજાવી ઝઘડો શાંત કરાવી મૃતદેહને લઈ ગયા હતા મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલ ના પીએમ રૂમની પાસે જ પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં આ બંને ભાઈઓ જાહેરમાં જ છુટા હાથની મારામારી કરતા હતા પિતાના મોત બાદ મૃતદેહ છે તે કોના ઘરે લઈ જવા છે તે બાબતને લઈને ચર્ચા ચાલતી હતી એકાએક વાતચીત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
Recent Comments