પ્રત્યેક યુવા મતદારોને મતદાર જાગૃતિ કાર્યક્રમના એમ્બેસેડર બની મતદાન માટે જાગૃતિ પ્રસરાવવા માટે અનુરોધ કરતા જિલ્લાચૂંટણી અધિકારીશ્રી
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતનીતારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે, જેનો સમયગાળો તા.૨૭.૧૦.૨૦૨૩(શુક્રવાર) થી તા.૦૯.૧૨.૨૦૨૩ (શનિવાર) નક્કી કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે.
આ ઝુંબેશનાભાગરુપે અમરેલી શહેરમાં વિદ્યાસભા કેમ્પમાં આવેલી નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર, અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ‘યુવા મતદાર જાગૃતિ‘ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને ચૂંટણીપંચના જાગૃતિ કાર્યક્રમ અંગે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, યુવાનોને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુહતુ કે, તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ભારતના તમામ યુવક-યુવતીઓફોર્મ નં.૦૬નો ઉપયોગ કરી મતદાર તરીકે પોતાની નોંધણી કરી શકે છે, આ ફોર્મજે-તે વિસ્તારના નજીકના બુથ લેવલ અધિકારીશ્રી (BLO) પાસેથી મળી શકશે. યુવાનો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને વોટર્સએપ્લિકેશન પરથી પણ આ નોંધણી કરાવી શકે છે. આ નોંધણી સફળતાપૂર્ક થયા બાદ ફોટો મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ ઘરના સરનામા પર તમારું મતદાર કાર્ડ પહોંચશે.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીએ દરેક યુવક-યુવતીઓને મતદાર જાગૃતિ અભિયાનના એમ્બેસેડર બનવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યુહતુ કે યુવાનોએ પોતાના મિત્રો, પરિવાર, વર્તુળમાં સૌને મતદાર તરીકે નોંધણી કરાવવા જાગૃતિ પ્રસરાવવી જોઈએ.આ કાર્યક્રમમાં સ્થળ પર જ મતદાર નોંઘણી કાઉન્ટર રાખવામાં આવ્યું હતું અને યુવાન મતદારોની નોંધણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી મતદાર શપથ લીધી હતી.
મતદાર તરીકે નોંધણી કરાવવા માટે જરુરીપુરાવાઓ : જે યુવક-યુવતીઓ પોતાનું નામ મતદાર તરીકે નોંધાવવા માંગે છે તે, તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હશે તો પણ પોતાનું નામ નોંધાવી શકે છે. તેના માટે જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, રહેણાંકનો પુરાવો, ઘરના કોઈ એક સભ્યનું મતદાર કાર્ડ લઈ અને ફોર્મ નં.૦૬ ભરી નોંઘણી કરાવી શકે છે. આ તમામ પ્રક્રિયા ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ પ્લેટફોર્મ મારફત ઓનલાઇન પણ ઉપલબ્ધ છે, જેવી કે Voter Helpline Mobile App (Android/iOS) , https://voterportal.eci.gov.in/ BLO App, BLO મારફત વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇનનંબરટોલ ફ્રી ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી અમરેલી, સંસ્થાના સંચાલકશ્રીચતુરભાઈખૂંટ, શ્રીવસંતભાઈ, સહાયક ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments