અમરેલી

પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખકૌશિકભાઈ વેકરિયા અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં 

ભાજપની વિચારધારાને આવકારીને કેસરિયો ધારણ કરતા ખાંભા તાલુકાના આગેવાનો
ખાંભા તાલુકાના ત્રાકુડા, નિંગાળા, ફાચરિયા અને કાતરપરા ગામના સરપંચ સહિત આગેવાનો ભાજપ સાથે જોડાયો
રાષ્ટ્ર સર્વપ્રથમ અને સેવા હિ સંગઠનના મંત્ર સાથે કામ કરતો પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજના પહોંચી છે ત્યારે ખાંભા તાલુકાના ત્રાકુડા, નિંગાળા, ફાચરિયા અને કાતરપરા ગામના સરપંચ સહિત આગેવાનોએ ભાજપની વિચારધારાને આવકારીને કેસરિયો ધારણ કર્યો હતો.પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ખાંભા તાલુકાના નીંગાળા ગામે આયોજિત કાર્યક્રમમાં ત્રાકુડા, નિંગાળા, ફાચરિયા અને કાતરપરા સહિતના ગામના સરપંચો ભાજપ સાથે જોડાયા હતા. તદુપરાંત આ વિસ્તારના વિવિધ આગેવાનોએ કોંગ્રેસને જાકારો આપીને ભાજપ સાથે જોડાવવાનું પસંદ કર્યું હતું.

Related Posts