રાષ્ટ્રીય

પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબ સરકાર શું કડક કાર્યવાહી કરશે ખરા?!..

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (દ્ગટ્ઠિીહઙ્ઘટ્ઠિ સ્ર્ઙ્ઘૈ) સુરક્ષામાં ક્ષતિના કિસ્સામાં પંજાબ સરકાર એક્શનમાં આવી છે અને કાર્યવાહી માટે મુખ્ય સચિવ વી.કે. જંજુઆ (ફૈદ્ઘટ્ઠઅ દ્ભેદ્બટ્ઠિ ત્નટ્ઠહદ્ઘેટ્ઠ) વતી ૯ અધિકારીઓ સામે ચાર્જશીટ કરવા માટે મુખ્યમંત્રી ભગવંત માનને (મ્રટ્ઠખ્તુટ્ઠહં સ્ટ્ઠહહ) ફાઈલ મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે પીએમ મોદી જ્યારે ૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પંજાબના પ્રવાસે ગયા હતા ત્યારે ભટિંડા એરપોર્ટથી હુસૈનીવાલા જતી વખતે તેમનો કાફલો અડધો કલાક ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. ઁસ્ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ પંજાબ સરકાર એક ૈંછજી અધિકારી અને ૮ ૈંઁજી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી ઉપરાંત ડીઆઈજી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, એસએસપી હરમનદીપ સિંહ હંસ, એસએસપી ચરણજીત સિંહ, એડીજીપી નાગેશ્વર રાવ, એડીજી નરેશ અરોરા, આઈજી રાકેશ અગ્રવાલ, આઈજી ઈન્દરવીર સિંહ અને ડીઆઈજી સુરજીત સિંહના નામ સામેલ છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે પંજાબ સરકારને પત્ર લખીને પીએમ મોદી સુરક્ષા ભંગના મામલામાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને પત્ર લખીને દોષિત અધિકારીઓ સામે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ માંગ્યો હતો. પત્રમાં કાર્યવાહીમાં વિલંબનો ઉલ્લેખ કરીને, કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ પંજાબ સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ૫ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુર જિલ્લામાં હુસૈનીવાલા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદના કારણે પીએમ મોદીને રોડથી જવું પડ્યું હતું, પરંતુ આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હુસૈનીવાલાથી લગભગ ૩૦ કિલોમીટર દૂર રસ્તો બ્લોક કરી દીધો હતો અને તેના કારણે પીએમ મોદીનો કાફલો અડધો કલાક સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો.

Related Posts