fbpx
ગુજરાત

પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવીનવા પદાધિકારીઓ ભાવનગરના ભાવિને વધુ ઉજ્જવશ બનાવે તેવી શુભેચ્છા : મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા

રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ આજે નવનિયુક્ત થયેલા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

મંત્રીશ્રીએ તેમની શુભેચ્છામાં કહ્યું છે કે, ભાવનગરનો ઇતિહાસ હંમેશા ભવ્ય રહ્યો છે. દેશને એક તાંતણે જોડવાનો સમય આવ્યો ત્યારે પણ આપણા ભાવનગરના મહારાજાએ પહેલ કરીને સૌપ્રથમ પોતાનું રાજ્ય દેશને અર્પિત કર્યું. આવો ભવ્ય અને દિવ્ય વારસો ધરાવતી ભાવનગરની જનતાના વિકાસ કાર્યો કરવાનો મોકો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓની વરણી કરી આપવામાં આવ્યો છે. ત્યારે હું ખુબ હર્ષની લગાણી અનુભવું છુ. મેયર તરીકે ભરતભાઈ બારડની વરણી, ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે  રાજુભાઈ રાબડીયા, તેમજ કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક તરીકે ઉષાબેન બધેકાને મારી ખુબ-ખુબ શુકામનાઓ તેઓ આગામી સમયમાં ભાવનગરને નવા વિકાસ કાર્યોની ભેટ આપી ભાવનગરના ભાવીને વધુ ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છા.

Follow Me:

Related Posts