બોલિવૂડ

પ્રભાસે દશેરાના અવસર પર દિલ્હીના ઝ્રસ્ સાથે કર્યું રાવણ દહન

દશેરાનો ઉત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. દશેરા પર રાવણ દહનની પ્રથા છે અને આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. દિલ્હીના સૌથી મોટા લવ કુશ રામલીલામાં પણ નિભાવવામાં આવે છે. દશેરાના અવસર પર લવ કુશ રામ લીલા કમિટી દ્વારા આયોજિત લાલ કિલ્લા ગ્રાઉન્ડમાં રાવણ, કુમ્ભકર્ણ અને મેઘનાથનું પુતણુ જલાવવામાં આવ્યું. દિલ્હીના ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલ સાથે બાહુબલી ફેમ એક્ટર પ્રભાસે રાવણ, કુંભકર્ણ, મેઘનાથ સાથે ભ્રષ્ટાચાર ઉપરાંત અલગ અલગ પાંચ પુતણાનું દહન કર્યું. જણાવી દઈએ કે પ્રભાસ જલ્દી જ ફિલ્મ આદિપુરુષમાં શ્રી રામની ભૂમિકામાં નજર આવશે. આ અવસર પર ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ હાજર રહ્યા.

રામલીલા કમિટીના અધ્યક્ષ અર્જુન કુમારે જણાવ્યું કે દિલ્હી સરકાર દ્વારા ફટાકડા અને આકાશબાજી પર બેન હોવાના કારણે અમે ૮ ટ્રેક ડિજિટલ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ દ્વારા આકાશબાજીનો અવાજ કર્યો. સળગવા પહેલા રાવણના પુતણામાંથી જય શ્રી રામનો અવાજ નીકળ્યો અને રાવણની આંખમાંથી આગ નીકળી. પુતણા દહન કર્યા પછી લીલા ગ્રાઉન્ડમાં આવેલા લાખો ભક્તોને સંબોધિત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જય શ્રી રામનો ઉદ્‌ઘોષ કરતા ભાષણ શરૂ કરતા કહ્યું કે વિજયા દશમીનો દિવસ આપણને બધાને ફરી એકવાર યાદ અપાવે છે કે અંતે સત્યની જ જીત થાય છે. અહીં મારુ સૌભાગ્ય છે કે મે એક વાર ફરી પ્રભુ શ્રીરામની લીલામાં આવ્યો છું અને મને રામ ભક્તો વચ્ચે એકવાર ફરી શ્રી રામ ઉદ્‌ઘોષ કરવાનો અવસર મળ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પ્રસંગે ફિલ્મ આદિપુરુષનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના મુખ્ય હીરો, બાહુબલી ફેમ સ્ટાર પ્રભાસે પણ રામ ભક્તો જય શ્રી રામની ઘોષણા કરી હતી. પ્રભાસને જાેતા જ મેદાનમાં ચારેબાજુ ‘બાહુબલી-બાહુબલી’ના નારા લાગ્યા. પ્રેક્ષકોમાં પ્રભાસનો ક્રેઝ એવો હતો કે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસની સાથે અર્ધલશ્કરી દળોની ત્રણ ટુકડીઓ અને લીલા કમિટીની બાજુથી ૧૪૦ બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા હતા.

Related Posts