પ્રભાસ-અનુષ્કાની ફિલ્મ બિલ્લાને ફક્ત ૨૩મી ઓક્ટોબરે જ રી-રિલીઝનો છે પ્લાન
બાહુબલિ ફિલ્મથી સમગ્ર દેશમાં પોપ્યુલર બનેલા પ્રભાસની પાછલી ફિલ્મ રાધેશ્યામ અને સાહો ખાસ ચાલી ન હતી. પ્રભાસના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં સાલાર અને આદિપુરુષ જેવી બિગ બજેટ ફિલ્મનો સમાવેશ થાય છે. આદિપુરુષના શરૂઆતના ટીઝરને ઓડિયન્સે ખાસ પસંદ કર્યું નથી અને આ સાથે ઓડિયન્સ પર પ્રભાસની પકડ અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સવાલોને વધુ અણિયાળા બનાવતી ઘટનાઓ પ્રભાસના ગઢ કહેવાતા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બની છે. જ્યાં, પ્રભાસના બર્થ ડે સેલિબ્રેશન નિમિત્તે તેની આઈકોનિક ફિલ્મ રેબેલને રી-રિલીઝ કરાઈ હતી. સિલેક્ટેડ થીયેટરમાં તેના શો રખાયા હતા, પરંતુ મોટા ભાગના શો ખાલી જઈ રહ્યા છે. પ્રભાસનો ૪૩મો બર્થ ડે નજીક આવી રહ્યો છે. આ પ્રસંગને પ્રભાસના ફેન્સ માટે યાદગાર બનાવવા આંધ્રપ્રદેશ અને તેલંગાણાના સિલેક્ટેડ થીયેટર્સમાં રેબેલના સ્પેશિયલ શો રખાયા હતા.
દરેક શોને ખૂબ ઠંડો રિસ્પોન્સ મળ્યો છે. કોવિડ બાદની સ્થિતિમાં બોક્સઓફિસ પર કઈ ફિલ્મ ચાલશે તે નક્કી હોતું નથી. મોટા સ્ટાર્સની બિગ બજેટ ફિલ્મો ઊંધા માથે પછડાય છે, ત્યારે ઓડિયન્સને સ્ટાર્સ અને થીયેટર સાથે કનેક્ટ રાખવા માટે ફિલ્મોની રી-રિલીઝનો ટ્રેન્ડ શરૂ થયો છે. અગાઉ અમિતાભ બચ્ચનના બર્થ ડે પર તેમની આઈકોનિક ફિલ્મ દીવાર, કાલા પત્થર અને નમાક હલાલ જેવી ફિલ્મોના સ્પેશિયલ શો પીવીઆર ખાતે યોજાયા હતા. અગાઉ પવન કલ્યાણ, મહેશ બાબુ અને ધનુષની ફિલ્મોના સ્પેશિયલ શો પણ થયા હતા.
સાઉથના ત્રણેય સ્ટાર્સના કિસ્સામાં રી-રિલીઝનો અખતરો સક્સેસ રહ્યો હતો. સાઉથના સ્ટાર્સમાં પ્રભાસને સૌથી વધુ પોપ્યુલર માનવામાં આવે છે. જાે કે તેની ફિલ્મના શો સાવ ખાલી જઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, માંડ ૫-૬ શોમાં થોડું ઘણું ઓડિયન્સ જાેવા મળે છે. બાકી, એકંદરે બુકિંગ ખાલી જઈ રહ્યા છે. ૨૩મી ઓક્ટોબરે પ્રભાસ-અનુષ્કાની ફિલ્મ બિલ્લાની રી-રિલીઝ થવાની છે. પ્રભાસ અને અનુષ્કાની જાેડીને બાહુબલિમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને માત્ર એક જ દિવસ માટે રી-રિલીઝ કરવાનો પ્લાન છે અને તે દિવસે થીયેટરને હાઉસફુલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે જાેવાનું એ રહે છે કે, જૂની જાેડીને નવેસરથી કેવો રિસ્પોન્સ મળે છે.
Recent Comments