બોલિવૂડ

પ્રિયંકા ચોપરાને જાહેરમાં જ આ હોલિવૂડ એક્ટરે કરી દીધી કિસ!..

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ખૂબ જ બિઝી છે. હાલમાં જ તેની સિરિઝ ‘સિટાડેલ’ રિલીઝ થઈ છે. હવે તેની ફિલ્મ લવ અગેન ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હોલિવૂડ ફિલ્મ લવ અગેનનું ન્યૂયોર્કમાં પ્રીમિયર થયું. જ્યાં પ્રિયંકા ચોપરા પતિ નિક જાેનાસ સાથે પહોંચી હતી. રેડ કાર્પેટ પર પ્રિયંકાએ તેના કો-સ્ટાર સેમ હ્યુગનને નાક પર પ્રેમભરી કિસ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લવ અગેઇનના પ્રીમિયરમાં પ્રિયંકા નિકના હાથમાં હાથ નાંખીને પહોંચી હતી. પ્રિયંકાએ બ્લશ બ્લુ ગાઉન સાથે હાઈ હીલ્સ પહેરી હતી, જેમાં તે નિક કરતાં ઘણી ઊંચી દેખાતી હતી. સ્ટ્રેટ હેર અને ઓફ શોલ્ડર ગાઉન તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. તે જ સમયે, નિક જાેનાસે પ્રિયંકાના લુકને કંપ્લીટ કરવા માટે ગ્રે સૂટ પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ સ્માર્ટ લાગતા હતા. રેડ કાર્પેટ પર પ્રિયંકાને જાેતા જ હોલીવૂડ સ્ટાર સેમ હ્યૂગને તેમે એક સ્વીટ કિસ કરી. કિસ કરતી વખતે પ્રિયંકાએ પાઉટ બનાવ્યું, પરંતુ સેમે તેની ગરદન પર કિસ કરી દીધી. ફેન્સને બંનેની શાનદાર કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. તેવામાં એક ફોટોમાં સેમ પ્રિયંકાના નાક પર કિસ કરતો જાેવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરાની આ ફિલ્મમાં તેનો પતિ નિક જાેનાસ પણ જાેવા મળશે. ફિલ્મમાં નિકે કેમિયો રોલ કર્યો છે. નિકના રોલ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે, કોવિડ દરમિયાન કોઇ અન્ય એક્ટર મારો ફેસ લિક કરે તેના માટે હું તૈયાર ન હતી. તેથી મે નિક સાથે વાત કરી કે શું તુ આ રોલ કરીશ. નિક તેના માટે તૈયાર થઇ ગયો. લવ અગેનમાં પ્રિયંકા ચોપરા જાેનાસ એક એવી મહિલાનો રોલ પ્લે કરી રહી છે જે પોતાના પતિના મોત બાદ તે નથી જાણતી કે તેનો નંબર કોઇ બીજુ એટલે કે સેમ હ્યૂગન ઉપયોગ કરી રહ્યો છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. સિટાડેલના પ્રમોશન બાદ હવે પ્રિયંકા પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ પ્રિયંકાએ મેટ ગાલા ૨૦૨૩ના રેડ કાર્પેટ પર પતિ નિક સાથે એન્ટ્રી કરી હતી.

Related Posts