યુવતીના પ્રેમમાં પાગલ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પ્રેમિકાના પરિવારજનોએ યુવકને છેતરપિંડીથી પોતાના ઘરે બોલાવી તેની હત્યા કરી નાખી હતી. આ હત્યા અકસ્માત લાગે તે માટે યુવકની લાશને રેલવે ટ્રેક પર મુકી દેવાઈ હતી. અજાણી લાશ મળી આવતા રેલ્વે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જે બાદ મૃતક યુવકની ઓળખ થઈ હતી અને પ્રેમ પ્રકરણની આ ભયાનક કહાની સામે આવી હતી. જ્યારે એકમા રેલવે પોલીસે રેલવે ટ્રેક પરથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સરકારી રેલ્વે પોલીસે તપાસ દરમિયાન મળી આવેલા શબની ઓળખ સિવાન જિલ્લાના દરોંદા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બૌનાગંજ જલાલપુર ગામના રહેવાસી દેવનાથ યાદવના ૨૦ વર્ષીય પુત્ર વિવેક કુમારના તરીકે કરી છે.
એવી ચર્ચા છે કે વિવેક કુમાર રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જવાથી મૃત્યુ પામ્યા છે. સરકારી રેલ્વે પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા બાદ વિવેક કુમારનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપ્યો હતો. પરંતુ હવે આ મૃત્યુ પાછળ એક અલગ જ વાર્તા કહેવામાં આવી રહી છે. વિવેકના પિતા દેવનાથ રાયે જણાવ્યું કે, વિવેકને ગ્યાસપુર ગામની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન યુવતીના પરિવારને બંનેના પ્રેમની ખબર પડી હતી. આ પહેલા એક વખત યુવતીના પરિવારજનોએ છેતરપિંડી કરીને વિવેકને ગ્યાસપુર ગામમાં બોલાવ્યો હતો. જ્યાં તેને પકડીને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. વિવેકના સંબંધીઓને પણ આ અંગે માહિતી મળી હતી પરંતુ બાદમાં યુવતીના પરિવારજનોએ ચેતવણી આપીને વિવેકને છોડી દીધો હતો.
વિવેકના પિતા દેવનાથ રાયે જણાવ્યું કે, આ વખતે છોકરી ઘરની બહાર નીકળ્યાની ૧૦ મિનિટ બાદ જ વિવેકનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. થોડી વાર પછી ખબર પડી કે વિવેકની લાશ રેલવે ટ્રેક પર પડી છે. જે બાદ પરિજનોએ જઈને મૃતદેહની ઓળખ કરી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બીજી તરફ એક્માના ગવર્નમેન્ટ રેલવે પોલીસના આસિસ્ટન્ટ અને પોલીસ ઈન્સ્પેક્ટર અશોક કુમારે જણાવ્યું હતું કે વિવેકનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો હતો. મીડિયાના માધ્યમથી સગા-સંબંધીઓ પ્રેમસંબંધની વાતો કરી રહ્યા છે. જાે કે હજુ સુધી લેખિત ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરશે. હાલમાં વિવેકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. દરમિયાન પ્રેમ એક યુવકના જીવન પર બોજ બની ગયો હોવાની ચર્ચા છે અને યુવકે પ્રેમની કિંમત મોત સાથે ચૂકવવી પડી તેવી પણ ચર્ચા છે.
Recent Comments