રાષ્ટ્રીય

ફરી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જાણો કયા શહેરમાં કેટલા ભાવ વધ્યા છે, ગઈ કાલે 80 પૈસાનો વધારો થયો હતો

ઓઈલ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ગઈ કાલે જ પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે 80 પૈસાનો વધારો દિલ્હી સહિતના શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો છે. મુંબઈમાં 85 પૈસાનો વધારો થયો છે. જાણકારી અનુસારમહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 114.80 રૂપિયા અને ડીઝલ 97.44 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.      આ કારણે ભાવો વધુ ઉંચકાઈ શકે છે   ક્રૂડ ઓઈલ પણ પ્રતિ બેરલ 115 ડૉલરને પાર થઈ ગયું. આ પહેલા 137 હતું. 4 નવેમ્બરે ક્રૂડ પ્રતિ બેરલ રૂ. 81,6 ડૉલર હતું. આ હિસાબે ઓઈલ કંપનીઓ નુકસાનથી બચવા પ્રતિ લિટર રૂ.17નો જંગી ભાવવધારો કરી શકે છે કારણકે, ક્રૂડ એક ડૉલર મોંઘું થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટર 50 પૈસા વધી શકે છે.     મોટા શહેર પેટ્રોલની કિંમત ડીઝલની કિંમત રૂપિયામાં    દિલ્હી 97.01/ 88.27   મુંબઈ 111.67 / 95.85   ચેન્નઈ 102.91 / 92.95   કોલકાતા 106.34 / 91.42   નોઈડા 101.64 /88.63   લખનઉં 96.87 / 88.42   જયપુર 108.81 / 92.35   શ્રીગંગાનગર 113.87 / 96.91   આંદામાન અને નિકોબાર 114.80 / 97.44

Related Posts