ફાલ્ગુની પાઠક તેની એક જ ભૂલના કારણે તેની કારકિર્દી પર ફૂલસ્ટોપ લાગી ગયું
પ્રખ્યાત ગાયિકા અને ગરબાના ગીતો માટે જાણીતા બનેલા ફાલ્ગુની પાઠક ૫૩ વર્ષની ઉંમરે આજે પણ તેમના ગીતો ‘મૈંને પાયલ હૈ ચંકાઈ’, ‘મેરી ચુનર ઉડ જાયે’ અને ‘યાદ પિયા કી આને લગી’ માટે જાણીતી છે. ફાલ્ગુનીના ગીતોએ લોકોના દિલ પર ૧૯૯૮ થી ૨૦૦૨ સુધી રાજ કર્યું હતું. તે દરમિયાન તે ખૂબ જ પ્રખ્યાત ગાયિકા બની ગઈ હતી. એટલું જ નહીં, તેના ગીતો રિલીઝ થતાની સાથે જ એટલા લોકપ્રિય થઈ જતા હતા કે લોકો તેના નવા ગીતો આવવાની રાહ જાેતા હતા. તેના આલ્બમ ખૂબ વેચાતા હતા.
પરંતુ જ્યારે તેણે પોતાની શરતો પર કામ કરવાનું નક્કી કર્યું, ત્યારે ફાલ્ગુની પાઠકની કારકિર્દી અચાનક પતન તરફ જવા લાગી હતી. જ્યારે ફાલ્ગુનીનું પહેલું મ્યુઝિક આલ્બમ ‘યાદ પિયા કી આને લગી’ ૧૯૯૮માં આવ્યું ત્યારે આ આલ્બમે લોકોમાં ધૂમ મચાવી હતી. તેણીના પ્રથમ આલ્બમથી તેણીને મળેલી જબરદસ્ત સફળતાએ ફાલ્ગુનીના ઉત્સાહને વધાર્યો હતો અને પછીના જ વર્ષે, એટ્લે કે ૧૯૯૯ માં, તેણીએ તેનું બીજું આલ્બમ ‘મૈને પાયલ હૈ ચંકાઈ’ રજૂ કર્યું. ફાલ્ગુનીનું બીજું આલ્બમ ખૂબ ચાલી ગયું હતું અને હિટ થઈ ગયુ હતુ. આ રીતે, તેણીએ તેના આલ્બમ દ્વારા વિશ્વમાં એક જબરદસ્ત ઓળખ બનાવી હતી, અને તે સમયગાળામાં ફાલ્ગુનીના ગીતો લગ્નથી લઈને કોઈપણ પ્રકારની પાર્ટી સુધી દરેક જગ્યાએ સંભળાતા હતા, પરંતુ આ દરમિયાન તેણે એક ભૂલ કરી હતી અને અચાનક તેની કારકિર્દી ડૂબવા લાગી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેનું પહેલું આલ્બમ હિટ રહ્યું, ત્યારથી ઘણા મ્યુઝિક ડાયરેક્ટર્સ તેને ફિલ્મોમાં ગાવાની ઑફર લાવતા હતા, પરંતુ ફાલ્ગુનીએ તે બધી ઑફર્સ ફગાવી દીધી હતી. ફાલ્ગુનીએ કોઈને પણ હા પડી નહીં. આ એક જીદને કારણે ફાલ્ગુની પાઠકની કારકિર્દીને ઘણું નુકસાન થયું હતુ. જાે કે ફિલ્મોમાં તે ગાવા માંગતી ન હતી, હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ફાલ્ગુનીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે વર્ષોથી લો પ્રોફાઈલ કેમ રહે છે, તો તેણીએ કહ્યું હતુ કે, ‘આ મારો સ્વભાવ છે. હું આખું વર્ષ શો કરું છું, પણ હું વધારે મીડિયા-સેવી નથી.
હું પહેલેથી હંમેશા આવો જ રહ્યો છું. આ જ ઈન્ટરવ્યુમાં તેણે એ પણ ખુલાસો કર્યો કે તેને બોલિવૂડ ફિલ્મોમાં ગાવાની ઘણી ઓફરો મળી હોવા છતાં તેણે ક્યારેય તે સ્વીકારવાનું વિચાર્યું ન હતું. તેણે કહ્યું હતું કે, ‘મેં ક્યારેય બોલિવૂડને ગંભીરતાથી નથી લીધું. મને ઑફર્સ મળી હતી, પરંતુ જ્યારે તમે બૉલીવુડમાં પ્રવેશ કરો છો, ત્યારે તમારે બમણી મહેનત કરવી પડે. અને હું મારા શો અને આલ્બમ કરીને ખુશ હતો. માટે મે એવું કર્યું નહોતું. એટ્લે એ રીતે તો ફાલ્ગુનીની આ જીદના કારણે જ તે બૉલીવુડથી દૂર રહ્યા હતા.
Recent Comments