ફિટનેસકા ડોઝ આધા ઘંટા રોજ, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષા સુધીની પ્રથમ ક્વિઝનું આયોજન

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓગષ્ટ -૨૦૧૯ થી ભારતના નાગરિકોની સામાન્ય શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ શરુ કરી હમ ફિટ તો ઈન્ડિયા ફિટનું સૂત્ર આપવામાં આવ્યું છે.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના રમત ગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઈન્ડિયા મુવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃતિઓની ઝુંબેશ યોજના બનાવાઈ છે. આ યોજના અંતર્ગત ફિટ ઈન્ડિયા થીમ વિષયક અભિયાન “ ફિટનેસકા ડોઝ – આધા ઘંટા રોજ ” ફિટ ઈન્ડિયા ક્વિઝનો જુન ૨૦૨૧ થી સમાવેશ કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વિઝ છે. ચાર રાઉન્ડ માં ક્વિઝનું આયોજન થશે. પ્રથમ શાળા રાઉન્ડ ત્યારબાદ દ્વિતીય પ્રારંભિક રાઉન્ડ પછી રાજ્ય રાઉન્ડ અને અંતે રાષ્ટ્રીય રાઉન્ડ યોજાશે. જેમાં વિજેતા થનાર શાળા/વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન તથા અન્ય વધુ વિગતો https://fitindia.gov.in લિંક પરથી મળી રહેશે.
Recent Comments