રામ મંદિરના ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અયોધ્યા નગરી પહોંચી છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના આગલા દિવસે તેણે મંદિરમાં સફાઈ કરી હતી. કંગના રનૌતે કહ્યું, “જે લોકો અયોધ્યા ધામની મુલાકાત લે છે તેઓ ઘણું પુણ્ય કમાય છે. અમે ભાગ્યશાળી છીએ કે ભગવા ત્યાં આવીને દર્શન કરવાનો મોકો આપ્યો છે. આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠાના સમયે અયોધ્યા મંદિર પર હેલિકોપ્ટરથી ફુલ વરસાવામાં આવી રહ્યા હતા તે સમયે કંગના રનૌતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
રામલલ્લા સદીઓ પછી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે ભાવ વિભોર થઈને જ્યારે અયોધ્યા મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી ત્યારે કંગના રામનામના લીન થઈને જય શ્રી રામ..જય શ્રી રામના નારા લગાવી રહી હતી અને હાથ ફેલાવી ભગવાનની ભક્તિમાં લીન દેખાઈ હતી. કંગનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જાેઈ શકો છે રામનામમાં કંગના કેટલી ખુશ અને ઉત્સાહિત દેખાય રહી છે. અયોધ્યામાં હાજર રહેલી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે અમારી પાસે આ દિવસનું વર્ણન કરવા માટે શબ્દો નથી. તેમણે કહ્યું કે ૨૨મીએ બધાએ રામમય બની જવું જાેઈએ. સનાતન ધર્મ માટે આ એક યાદગાર દિવસ છે. અયોધ્યા આપણી સનાતન સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને હવે તેની જૂની ભવ્યતા પાછી આવી રહી છે. આખો દેશ રામમય બની ગયો છે.
Recent Comments