fbpx
બોલિવૂડ

ફિલ્મ આશિકી ૩ની લીડ જાેડી ડિનર માટે જાહેરમાં દેખાતાં તેમની વચ્ચે અફેરની અટકળો તેજ

નવી પેઢીના એક્ટર્સમાં કાર્તિક આર્યને દરેક પ્રકારની જાેનરમાં હાથ અજમાવ્યો છે. કોમેડી, એક્શન અને રોમેન્ટિક ફિલ્મોને સમાન ન્યાય આપવાની ક્ષમતા ધરાવતા કાર્તિક આર્યનની પસંદગી આગામી ફિલ્મ આશિકી ૩માં થઈ છે. તેમાં કાર્તિકની સાથે તારા સુતરિયા લીડ રોલમાં હોવાનું કહેવાય છે. આ લીડ જાેડીએ ડિનર ડેટ માટે જાહેરમાં દેખા દેતાં તેમની વચ્ચે અફેર હોવાની અટકળોને વેગ મળ્યો હતો. જાહેરમાં દેખાયા બાદ કો-સ્ટાર તારા સુતરિયાએ પોસ્ટ મૂકી હતી. જેના ફિલ્મી અંદાજને જાેઈને ઘણાં લોકોને લાગ્યું હતું કે, આગામી ફિલ્મને ચર્ચામાં રાખવા માટે જ ડેટિંગની ચર્ચાઓને વેગ અપાઈ રહ્યો છે. કાર્તિક આર્યન અને તારા સુતરિયા ડિનર માટે સાથે દેખાયા બાદ તારાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી કે, હું તમારી સાથે જે શેર કરવા માગતી હતી તે હવે આપવાની તૈયારીમાં છું. મારા હૃદયનો ટુકડો અને મેં કરેલું સૌથી અઘરું તથા સૌથી વધુ પ્રશંસનીય કામ આવી રહ્યું છે. વધુ માહિતી ટૂંક સમયમાં આપીશ. તારા સુતરિયાએ કાર્તિક સાથે બંધોની વાત કરી કે પછી આશિકી ૩નું પ્રમોશન શરૂ કર્યું તેવી અટકળો વચ્ચે અન્ય એક અભિપ્રાય પણ આવ્યો હતો. જેમાં કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, તારાએ પોતાની આગામી ફિલ્મ અપૂર્વા તરફ ઈશારો કર્યો છે. આ થ્રિલર ફિલ્મમાં તારાનો લીડ રોલ છે. તેથી તારાએ આ ફિલ્મની વાત કરી છે. તારાએ મૂકેલી પોસ્ટ અને કાર્તિક સાથે વધતી નિકટતા વચ્ચે સંબંધ હોવાનું ઘણાં લોકો માને છે. આશિકી ૩નું શૂટિંગ જાન્યુઆરી મહિનાથી શરૂ કરવાનો પ્લાન છે ત્યારે આ ફિલ્મમાં તારા સુતરિયાના લીડ રોલ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.

Follow Me:

Related Posts