રકુલ પ્રિત સિંહ આ વર્ષે બે થ્રિલર ફિલ્મમાં નજર આવી છે. રકુલની ૨૦૨૨માં ‘રનવે ૩૪’ અને ‘કટપૂતલી’ નામની બે ફિલ્મો અલગ અલગ માધ્યમથી દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. ‘રનવે ૩૪’ થીયેટરમાં જ્યારે ‘કટપૂતલી’ ઓટીટી પર રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મોમાં રકુલના અભિનયના વખાણ થયા છે. રકુલની લાસ્ટ રિલીઝ ‘કટપૂતલી’ ક્રાઈમ થ્રિલર છે. રકુલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતા પર અને તેની ફિલ્મોની પસંદ પર વાત કરી હતી. રકુલે તેની ચોઈસ વિશે કહ્યું હતું કે, હું થીયેટરમાં રિલીઝ થતી દરેક ફિલ્મ જાેવા નથી જતી. જ્યારે સમય મળે ત્યારે મૂવી જાેઈ આવું છું. હું ઘરે પણ ફિલ્મો જાેવું છું અને ફિલ્મો જાેવાનો મોકો છોડતી નથી. હું છેલ્લા અનેક વર્ષોથી ઈન્ડસ્ટ્રી પર એક્ટિવ છું.
મને ખબર છે કે, એક ફિલ્મ બનાવવા પાછળ કેટલી મહેનત થાય છે અને કેટલા બધા લોકો જાેડાયેલા હોય છે. મને થ્રિલર ફિલ્મો પસંદ છે અને ઓટીટી કરતા થીયેટરમાં ફિલ્મો જાેવાનું વધુ પસંદ કરું છું. આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, ફિલ્મ માટે ખરી મહેનત તો આસિસ્ટન્ટ ડિરેક્ટરથી લઈને સ્પોટ બોય સુધીના લોકો કરે છે. હિરો કે હિરોઈનના ભાગમાં સૌથી ઓછું કામ આવે છે. ફિલ્મના ક્રૂ મેમ્બર્સ દિવસના ૧૪ થી ૧૫ કલાક સુધી મહેનત કરે છે અને ત્યાર બાદ ફિલ્મ તૈયાર થાય છે પરંતુ એ વાત પણ સાચી છે કે, ઓડિયન્સ ફિલ્મ સ્ટારને જાેઈને ફિલ્મો જાેવા પહોંચે છે. આ કારણે જ હું માનું છું કે, ફિલ્મને થિયેટરમાં જાેઈને તેમની મહેનતને બિરદાવવી જરૂરી છે.
Recent Comments