ફિલ્મ ‘ગદર ૨’ ની એક નવી અપડેટ સામે આવી
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨ માટે છવાયેલી ઉત્સુકતાને જાળવી રાખવા માટે નિયમિત સમયાંતરે અપડેટ આવ્યા કરે છે. અગાઉ તારાસિંગ (સની) અને સકિના (અમીષા)ના રોમેન્ટિક ફોટોગ્રાફ્સ શેર કર્યા બાદ મેકર્સે દીકરા જીતેનો હાથ પકડીને દોડતાં તારાસિંગનું પોસ્ટર શેર કર્યું છે. સની દેઓલે પોસ્ટમાં જણાવ્યું છે, પોતાના દેશ અને પરિવારની સલામતી માટે દરેક પડકારનો સામનો કરવા તારાસિંગ તૈયાર છે. ગદર ૨ આવી રહી છે મોટા પડદા પર. ફિલ્મ ‘ગદર ૨’નું મોશન પોસ્ટર રિલીઝ થયા બાદ સ્ટોરી લીક થઈ હોવાની અટકળોને વેગ મળ્યો છે. તારાસિંગ પોતાના દીકરા જીતે (ઉત્કર્ષ શર્મા)નો હાથ પકડીને બોર્ડર ક્રોસ કરાવી રહ્યો છે. સનીના ડાયલોગ હિન્દુસ્તાન જિંદાબા ઉપરાંત પિતા-પુત્રની કેમિસ્ટ્રી પણ જાેવા મળે છે. ગોળીઓ અને બોમ્બ ધડાકા વચ્ચે પિતા-પુત્ર એકબીજાનો હાથ પકડીને દોડી રહ્યા છે. ૨૨ વર્ષ પહેલા આવેલી ગદર એક પ્રેમકથામાં તારાસિંગ આ જ રીતે પોતાની પત્નીને પાકિસ્તાનમાંથી પાછી લઈ આવ્યા હતા. સીક્વલમાં તેમનો દીકરો દુશ્મન દેશમાં પહોંચી ગયો છે. ગદર ૨ રૂ.૧૦૦ કરોડના બજેટમાં બનેલી છે. બોલિવૂડમાં બનેલી ગદર ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે. તેની સીધી ટક્કર અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ અને રજનીકાંતની ફિલ્મ જેલર સાથે થવાની છે. અગાઉ રણબીર કપૂરની એનિમલ પણ ઓગસ્ટના બીજા વીકમાં રિલીઝ થવાની હતી. જાે કે તેને ડિસેમ્બર મહિનામાં લઈ જવાનો ર્નિણય કરાયો છે. જેના કારણે બોક્સઓફિસ પર ચારના બદલે ત્રણ ફિલ્મો વચ્ચે ટક્કર થશે.
Recent Comments