બોલિવૂડ

ફિલ્મ નિર્માતા રમેશ તોરાની વેક્સિન લગાડયા પછી થયા કોરોના સંક્રમિત

ફિલ્મ નિર્માતા રમેશ તોરાની કોરોનાના સપાટામાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પરઆ વાતની જાણકારી આપી હતી.

રમેશ તોરાનીએ જણાવ્યું, મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ પછી પણ મારામાં કોરોનાના લક્ષણ જાેવા મળ્યા હતા. જેની સૂચના મેં બૃહદ મુંબઇ પાલિકાને આપી દીધી છે. હું કોવિડ-૧૯ને લગતી દરેક સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. તેમજ ડૉક્ટરની સલાહ અનુસાર દવાઓ પણ લઇ રહ્યો છું.

તેમણે કહ્યું, ગયા બે એઠવાડિયાઓમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની તપાસ કરાવી લેવી. મેં કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે, તેથી મને વધુ તકલીફ નહીં થાય. લોકોને એટલી જ વિનંતી કે માસ્ક પહેરો અને સુરક્ષિત રહો.
આમિર ખાન કોરોનાગ્રસ્ત થયા પછી, થ્રી ઇડિયટસમાં તેમના કો-સ્ટાર રહેલા આર માધવન પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. તેણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. સાથે તેણે થ્રી ઇડિયટસની એક રમૂજી તસવીર પણ શેર કરી છે.

માધવને તેની પોસ્ટમાં આમિર સાથેની તસવીર સાથે શેર કર્યું છે કે, ફરહાનએ રેંચોનો ફોલો કરવો જ પડે એમ હતો. અને હંમેશાની માફક વાયરસ અમારી પાછળ હોય જ છે. હા, પણ હું નથી ઇચ્છતો કે થ્રી ઇડિયટસનું ત્રીજુ પાત્ર રાજુ કોરોનાના સપાટામાં આવે.ઉલ્લેખનીય છે કે, રાજુનું પાત્ર શરમન જાેશી એ ભજવ્યું હતું.

Related Posts