બોલિવૂડ

ફિલ્મ ફુકરે ૩’નું ૨૮ સપ્ટેમ્બરમાં આગમન

પ્રભાસની ફિલ્મ સાલાર પોસ્ટપોન કરવાની જાહેરાત સાથે ફુકરે ૩ની રિલીઝ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફુકરે ૩ને હવે સાલારની જગ્યાએ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. અગાઉ ફુકરે ૩ને પહેલી ડિસેમ્બરે રિલીઝ કરવાનો પ્લાન હતો, પરંતુ હવે તેને વહેલી રજૂ કરવામાં આવશે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, મનજાેત સિંગ, પંકજ ત્રિપાઠી અને રિચા ચઢ્ઢા મહત્ત્વના રોલમાં છે.

જવાન સામે ટક્કરમાં જાેખમ જણાતા સાલારને પોસ્ટપોન કરાઈ છે ત્યારે ફુકરે ૩ના પ્રમોશન માટે જવાનની જ મદદ લેવામાં આવશે. શાહરૂખની જવાનની સાથે ફુકરે ૩નું ટ્રેલર બતાવવામાં આવશે. ફિલ્મના મેકર્સે ફુકરે ૩ને વહેલી રિલીઝ કરવાનો ર્નિણય લેતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ હતું કે, લે કે આયે હૈ તાજા ખબર, અબ નહીં હો રહા હૈ સબર. ઈસ બાર હોગા એક નયા ચમત્કાર ફ્રોમ જમનાપાર. ૨૮ સપ્ટેમ્બરે ફુકરે ૩ સિનેમામાં આવી રહી છે. આ સાથે ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કરાયું હતું, જેમાં પંકજ ત્રિપાઠી, પુલકિત સમ્રાટ વરુણ શર્મા, મનજાેત સિંગ અને રિચા ચઢ્ઢા રમૂજી અવતારમાં જાેવા મળે છે.

પ્રભાસની પાન ઈન્ડિયા ફિલ્મ સાલારને પોસ્ટપોન કરવાનો ર્નિણય જાહેર થતાં જ ફુકરે ૩ની ટીમે આ તક ઝડપી લીધી હતી અને તરત જ ફિલ્મને પ્રી-પોન કરવાનો ર્નિણય લીધો હતો. પોસ્ટ પ્રોડક્શનને વધારે બહેતર બનાવવાના હેતુથી સાલારને પોસ્ટપોન કરવાનો ર્નિણય લેવાયો હોવાનો દાવો થઈ રહ્યો છે. જાે કે મોટાભાગના લોકો આ ર્નિણયને જવાનની અસર ગણાવી રહ્યા છે. પ્રભાસની બિગ બજેટ ફિલ્મ માટે જાેખમી મનાતી જવાનની મદદથી જ ફુકરે ૩નું પ્રમોશન કરવાની સ્ટ્રેટેજીએ આશ્ચર્ય ઊભું કર્યું છે.

Related Posts