fbpx
બોલિવૂડ

ફિલ્મ ર્ંસ્ય્ ૨માં ભક્તિની ભરમાર છે પણ, ઓડિયન્સના મિજાજ બદલાતા ફિલ્મ પર પડશે અસર

અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ગોડ ૨ (ર્ંસ્ય્ ૨) ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ માટે ઉત્સુકતા ઊભી કરવા તાજેતરમાં તેનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ ફિલ્મના પોસ્ટરમાં ભગવાન શિવ જેવા લૂકમાં અક્ષય કુમાર નજરે પડ્યા હતા. ૨૦૧૨ના વર્ષમાં રિલીઝ થયેલી ઓહ માય ગોડમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના રોલમાં હતા. તેમાં નાસ્તિક વેપારી અને ભગવાન વચ્ચેની કાલ્પનિક ઘટનાઓ હતી. તેમાં ભગવાનના અસ્તિત્વને નકારતા કાનજી લાલજી મેહતાનો રોલ પરેશ રાવલે કર્યો હતો, જ્યારે સીક્વલમાં પંકજ ત્રિપાઠીએ શ્રદ્ધાળુ શિવભક્ત કાંતિશરણ મુદગલનું પાત્ર ભજવ્યું છે. નાસ્તિકતાથી શ્રદ્ધા તરફનું આ ફિલ્મી પ્રયાણ કેટલાક લોકોને આશ્ચર્યજનક લાગી રહ્યું છે, જ્યારે કેટલાક ક્રિટિક્સનું માનવું છે કે, અક્ષય કુમાર પાકા પ્રોફેશનલ છે અને તેઓ પોતાની ફિલ્મને વિવાદોથી દૂર રાખવા માગે છે.

હાલનું ઓડિયન્સ ધર્મ કે શ્રદ્ધાની મજાક સહન કરવા તૈયાર નથી, જેનો પુરાવો ‘આદિપુરુષ’ના ધબડકાએ આપી દીધો છે. વળી, અક્ષય કુમારની પાછલી છ ફિલ્મો બોક્સઓફિસ પર ફ્લોપ પુરવાર થઈ છે. અક્ષયને કરિયર સાચવવા માટે એક હિટ ફિલ્મની જરૂર છે અને આ તક તેમને ર્ંસ્ય્ ૨માં દેખાઈ રહી છે. તેથી તેમણે ફિલ્મની સ્ટોરીમાં અંધશ્રદ્ધા દૂર કરવાનું માધ્યમ બનાવવાના બદલે ભક્તની શ્રદ્ધાનો જયજયકાર બતાવ્યો છે. અક્ષય કુમાર-પરેશ રાવલની ઓહ માય ગોડ ૨૦૧૨ના વર્ષમાં રિલીઝ થઈ હતી. પરેશ રાવલે તેમાં વેપારી કાનજી લાલજી મેહતાનો રોલ કર્યો હતો. કાનજીને ભગવાનમાં સહેજ પણ વિશ્વાસ નથી અને તે પોતાના તર્કથી ભગવાનના અસ્તિત્વને નકારતો રહે છે. ભૂકંપમાં તેની દુકાન પડી જાય છે અને આ ઘટનાને ભગવાનનું કૃત્ય ગણાવી તેને વળર અપાતું નથી. આ સમયે કાનજી ભગવાનની સામે કોર્ટમાં કેસ માંડે છે. ર્ંસ્ય્ ૨ના ટીઝર મુજબ, પંકજ ત્રિપાઠીએ શિવભક્ત કાંતિશરણ મુદગલનો રોલ કર્યો છે. સતત શિવ નામનું સ્મરણ કરનારા અને તેમને જીવનનો આધાર માનનારા કાંતિશરણની શ્રદ્ધા યથાર્થ પુરવાર થાય છે. ભગવાન કઈ રીતે તેને ઉગારે છે અને માર્ગ બતાવે છે તેની વાત ર્ંસ્ય્ ૨માં કહેવાઈ હોય તેવું લાગે છે.

ર્ંસ્ય્ ૨ના પોસ્ટરમાં અક્ષય કુમારનો ફર્સ્ટ લૂક શેર થયો ત્યારે પણ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ફિલ્મમાં હિન્દુ ધર્મની મજાક ન થાય તેનું ધ્યાન રાખજાે. અક્ષય કુમાર અને ટીમને પહેલેથી જ આ પ્રકારના વિરોધનો અંદાજ હશે, જેથી તેમણે ટીઝરમાં પોતાની ફિલ્મ અંગે ખુલાસો આપી દીધો હોય તેમ લાગે છે. ફિલ્મના ટીઝરના એક સીનમાં અક્ષય કુમારને ગંગા નદીમાં ડૂબકી મારતો અને ત્યારબાદ તેમાં થૂંકતો જાેઈ શકાય છે. આ દૃશ્ય પવિત્ર ગંગા નદીના અપમાન સમાન હોવાનું કેટલાક નેટિઝન્સ માની રહ્યા છે. જાે કે અક્ષય કુમારના સમર્થકોની દલીલ છે કે, નદીમાં ડૂબકી માર્યા પછી આ પ્રકારની ચેષ્ટા સહજ છે અને તેમાં કોઈ પણ રીતે ગંગા મૈયાનું અપમાન થયું હોય તેમ જણાતું નથી. ર્ંસ્ય્ ૨ની રિલીઝ પૂર્વે જ તેને ટ્રોલ કરવા માટે અને તેની તરફેણ કરવા માટે સોશિયલ મીડિયા પર હરિફાઈ જામી ચૂકી છે ત્યારે આગામી સમય કેવો રહેશે તેનો અંદાજ લગાવવો અઘરો છે. ૧૧ ઓગસ્ટે ર્ંસ્ય્ ૨ની સાથે ગદર ૨ પણ રિલીઝ થઈ રહી છે. સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મની સીક્વલ બે દાયકા બાદ આવી રહી છે.

દેશભક્તિની સાથે રોમેન્ટિક સ્ટોરી લાવી રહેલી આ ફિલ્મે પણ ઓડિયન્સને ઈમ્પ્રેસ કર્યું છે. સની દેઓલ લાંબા સમય બાદ થીયેટરમાં ફિલ્મ લાવી રહ્યા છે અને તેથી તેના પ્રમોશનમાં કોઈ કસર રખાઈ નથી. સાઉથના બે મેગાસ્ટાર્સ રજનીકાંત અને મોહનલાલની ફિલ્મ જેલર પણ ઓગસ્ટના બીજા વીકમાં રિલીઝ થઈ રહી છે. રણબીર કપૂરની એનિમલ અગાઉ ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી, પરંતુ તેને ડિસેમ્બરમાં લઈ જવાઈ છે. આમ છતાં, ઓગસ્ટ મહિનામાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવલ્લે જ જાેવા મળતી આ સ્થિતિમાં કઈ ફિલ્મને લાભ થાય છે અને કોના ભાગે નુકસાન થાય છે તે જાેવું રહ્યું .

Follow Me:

Related Posts