રાષ્ટ્રીય

ફુટપાથ પર રહેતા લોકો પણ માણસો છે, તેમને હટાવી નહી શકાય : બોમ્બે હાઈકોર્ટે

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે દક્ષિણ મુંબઈમાં ફૂટપાથ પર રહેતા લોકોને બહાર કાઢવાનો કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, ઘર ન હોવુ એક વૈશ્વિક મુદ્દો છે, અને ફૂટપાથ પર રહેતા લોકો પણ બાકીના લોકોની જેમ માણસ છે. જસ્ટિસ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચ શહેરમાં ફૂટપાથ અને ફૂટપાથ પર અનધિકૃત વિક્રેતાઓ અને હોકરોના કબજાના મુદ્દે હાઇકોર્ટ દ્વારા કરાયેલી સુઓ મોટુ અરજી પર વિચારણા કરી રહી હતી. બોમ્બે બાર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ મુંબઈમાં ફાઉન્ટેન વિસ્તારની નજીક ફૂટપાથ અને ટ્રેક પર ઘણા લોકો રહે છે અને સૂઈ રહ્યા છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શહેર પોલીસ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર)ને પણ કાર્યવાહી માટે પત્રો લખવામાં આવ્યા છે. જાેકે, બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે, શું આવા કેસમાં ન્યાયિક આદેશો પસાર કરી શકાય છે. જેમાં કોર્ટે કહ્યું કે, “શું તમે કહો છો કે, શહેરને ગરીબોથી મુક્તિ મળવી જાેઈએ? આ એવા લોકો છે, જે અન્ય શહેરોમાંથી અહીં તકોની શોધમાં આવે છે. કોઈની પાસે ઘર ન હોવુ એ મુદ્દો વૈશ્વિક મુદ્દો છે.” જસ્ટિસ પટેલે કહ્યું, “તેઓ પણ માણસો છે. તેઓ ગરીબ અથવા ઓછા ભાગ્યશાળી હોઈ શકે, પરંતુ તેઓ પણ માણસો છે, અને તેઓ (બેઘર લોકો) કોર્ટની નજરમાં અન્ય માનવીઓની જેમ જ મનુષ્ય છે. એસોસિએશનના વકીલ મિલિંદ સાઠેએ સૂચન કર્યું હતું કે, ફૂટપાથ અને પાટા પર રહેતા આવા વ્યક્તિઓ માટે નાઈટ શેલ્ટરની વ્યવસ્થા કરવી જાેઈએ. બેન્ચે કહ્યું કે, આ એક ઉકેલ છે જેના પર સત્તાવાળાઓ વિચાર કરી શકે છે.

Related Posts