ફેફસાની મુશ્કેલ સારવાર સફળ બનાવતા શાંતાબા મેડીકલ કોલજ અને જનરલ હોસ્પીટલ અમરેલીના ડૉ.હીમ પરીખ હુડલીના દર્દી શ્રીનબુબેન ચાવડા ઊ.વ.૬૦ જેઓને શ્વાસોસ્વાસ માં અતિમુશ્કેલી સાથે કફ અને તાવના કારણે ગંભીર હાલતમાં અમરીલીની શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતેનાં આઈ.સી.યુ. માં દાખલ કરાયા હતા.દાદીને જટીલ પ્રકારનો ન્યુમોનીયા હોવાથી વેન્ટીલેટર પર લઇ બાદમાં ઓક્સીઝન માસ્ક પર રખાયા હતા.દર્દીનું જમણું ફેફ્સુ કફથી ભરાયેલ હોવાથી ડૉ. હીમ પરીખ દવારા ફેફસામાં દુરબીન (BRONCHOSCOPY) ઉતારી ફેફસામાં રહેલ કફને ખેંચવામાં સફળ સારવારે દર્દીનું મૂલ્યવાન જીવન બચાવ્યાનું આદર્શ ઉદાહરણ પુરું પાડ્યું છે. શ્રી વસંતભાઈ ગજેરાના સેવા યજ્ઞને ચરિતાર્થ કરતા ડૉ. હીમ પરીખ,ફેફસાના રોગોના નિષ્ણાંત,ડૉ. પ્રદિપ બારૈયા એમ.ડી.મેડીસીન એવમ આઈ.સી.યુ.ની દેખરેખ અને સનિષ્ઠ સારવારની ફલશૃતી સ્વરૂપે દર્દી હાલ સ્વસ્થતા સાથે તેમના પરિવાર સાથે નવા જીવનનો પુનઃ પ્રારંભ કરશે.
ફેફસાના દર્દીનો આબાદ બચાવ કરતા શાંતાબા મેડીકલ કોલજ અને જનરલહોસ્પીટલ અમરેલીના ડૉ.હીમ પરીખ અને ડૉ. પ્રદિપ બરૈયા

Recent Comments