fbpx
બોલિવૂડ

ફેમસ ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. ‘પ્રેમજી અને મહોતુ’ની અભિનેત્રી હેપી ભાવસારનું નાની ઉંમરે નિધન થયુ છે. ફેફસાના કેન્સરની બીમારીના કારણે હેપ્પી ભાવસારનું ૪૫ વર્ષની વયે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે. હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિક નાયકના પત્ની હતા. હેપી ભાવસારે અઢી મહિના પહેલાં જ જાેડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમણે પ્રેમજી અને મહોતુ જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

સાથે જ શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવી જાણીતા બન્યા હતા. ‘પ્રીત પીયુને પાનેતર’ના ૫૦૦થી વધુ શો કર્યા હતા. સાથે જ મોન્ટુની બીટ્ટુ અને મૃતતૃષ્ણા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ગુજરાતી સિનેમામાં હેપી ભાવસાર વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય રહ્યા હતા. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને તેઓ ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. હેપી ભાવસાર અનેક ગુજરાતી સિરીયલ્સ, નાટકો અને ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પ્રેમજી, મૉન્ટુ ની બીટ્ટુ, મૃગતૃષણા જેવી જાણીતી ફિલ્મોમાં તેમના અભિનયને ભારે વખાણવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts