મુરાદાબાદની ફેશન ડિઝાઈનર મુસ્કાન નારંગ (૨૫)એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. વીડિયોમાં મુસ્કાન કહી રહી છે કે આ મારો છેલ્લો વીડિયો છે. પ્લીઝ કોઈને દોષ ન આપતા. શુક્રવારે સવારે તેની લાશ ઘરની છત પર સ્ટોર રૂમમાં દુપટ્ટા વડે સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. સિવિલ લાઇન્સના નવીન નગરમાં રહેતા ચંદ્ર પ્રકાશ નારંગ ડિસ્પોઝલ ક્રોકરીના વેપારી છે. તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્રમાં સૌથી મોટી મુસ્કાન મુંબઈની એક કંપનીમાં ફેશન ડિઝાઈનર હતી. મુસ્કાન હોળી પર ઘરે આવી હતી. આ પછી તે મુંબઈ પાછી ગઇ ન હતી. ગુરુવારે રાત્રે તેણે પરિવાર સાથે ડિનર લીધું હતું. તે પછી તે સૂવા માટે ગઇ હતી. પરિવારના અન્ય સભ્યો પણ પોતપોતાના રૂમમાં સૂઈ ગયા હતા. શુક્રવારે સવારે આઠ વાગે મુસ્કાન તેના રૂમમાં નહોતી. રૂમનો દરવાજાે પણ ખુલ્લો હતો.
જ્યારે માતા ઉમા, નાની બહેન મહેક અને ચંચલ ટેરેસ પર પહોંચ્યા ત્યારે તેમણે સ્ટોર રૂમમાં પંખા પર દુપટ્ટાની સાથે મુસ્કાનની લાશ લટકેલી જાેઈ હતી. આથી પરિવારમાં હોબાળો મચી ગયો હતો. થોડી જ વારમાં આસપાસના લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. મૃતદેહને ફંદાથી નીચે ઉતારીને ખાનગી ડોક્ટરને બોલાવીને ચેકઅપ કરાવ્યું હતું પરંતુ મુસ્કાનનો શ્વાસ થંભી ગયો હતો. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે હોળી પહેલા તેણે નોકરી ગુમાવી દીધી હતી. આ પછી મુસ્કાન ઘરે આવી ગઇ હતી. પોલીસને એક વીડિયો મળ્યો છે. જે મુસ્કાને આત્મહત્યા કરતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમાં તે કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી જાેવા મળી રહી છે. જેમાં તેણે પોતાની વાત હાય ગાઇઝ સાથે શરૂ કરી હતી. તેણે વધુમાં કહ્યું કે, આ મારો છેલ્લો વીડિયો હશે. આ પછી તમે મને જાેઈ શકશો નહીં. લોકો કહે છે કે તમારી સમસ્યા શેર કરો, શેર કરવાથી બધું સારૂં થઈ જાય છે.
પણ આવું કશું થતું નથી, યાર, મેં ઘણું કર્યું. બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બહેનો, માતા-પિતા, મિત્રો, પણ બધા મને ઊલટું સમજાવવા લાગ્યા. અને આજે હું આ જ કરી રહી છું. હું મારી ઈચ્છા પ્રમાણે બધું જ કરું છું. આમાં કોઈની સંડોવણી નથી. પ્લીઝ આમાં કોઈને દોષ ન આપતા. મારા ગયા પછી. મતલબ કે લોકો મને કહે છે કે તમારામાં આત્મવિશ્વાસ નથી. તમારી પાસે આ નથી, તમારી પાસે તે નથી. મારી પાસે ઘણો આત્મવિશ્વાસ છે યાર. આજે હું ગાડીની ચાવી લઈને નીકળી છું. મેં ઘણું સમજાવ્યું કે હું બધાને ચલાવી લઇશ પણ કોઈ સ્વીકારતું નથી. સીટ બેલ્ટ બાંધી લીધો છે અને ચાવી લગાવી દીધી છે. ગુડ બાય ગાયઝ. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યા બાદ મુસ્કાન નારંગને મુંબઈની એક કંપનીમાં નોકરી મળવા લાગી હતી. હોળી પહેલા તેણે નોકરી ગુમાવી દીધી હતી. આ પછી મુસ્કાન ઘરે આવી ગઇ હતી. ત્યારથી તે પરેશાન ચાલી રહી હતી. પરિવારના સભ્યો પણ તેને ખૂબ સમજાવતા હતા પરંતુ તે કોઈની વાત સાંભળવા તૈયાર ન હતી.
Recent Comments