ફ્લિપકાર્ટના સહયોગથી એક્યુટાસ્ટોરના બિઝનેસમાં તેજી
મૂળ બંગ્લોરના રિટેલ બિઝનેસમાં કામ કરતી એક્યુટાસ્ટોર પાસે એક સીમિત ગ્રાહકો સુધી પહોંચ છે. આ પહોંચને વિસ્તારવા માટે એક્યુટાસ્ટોરે ફ્લિપકાર્ટ સાથે સહયોગ કર્યો છે. એક્યુટાસ્ટોરના સીઇઓ અને સહસંસ્થાપક દીપાંકર જણાવે છે કે, અમે જ્યારે નવા વિકલ્પો વિશે વિચારી રહ્યા હતા ત્યારે અમને સમજાયું કે ફ્લિપકાર્ટ મોટા યુવા ગ્રાહકોનો આધાર છે અને તે જ લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા હતા. એક્યુટાસ્ટોરનો ઓનલાઇન બિઝનેસ દિવસમાં માત્ર ૧૦ ઓર્ડર સાથે શરુ થયો, જેનું પરિણામ આ ન હતું. પરંતુ ફ્લિપકાર્ટની સક્રિય ભાગીદારીથી આગળ વધવા અને વિભિન્ન ઉત્પાદન શ્રેણીમાં નવો વિસ્તાર ખૂલ્યો. ફ્લિપકાર્ટે એ પણ રસ્તાઓની તલાશ કરતા શીખવ્યું જે વિકાસની તરફ જતા હોય. દેશનો યુવા જે આજે ઓનલાઇન બિઝનેસ ક્ષેત્રે ગગનચૂંબી સફળતા હાંસલ કરી રહ્યો છે ત્યારે આવા જ એક યુવા સાહસ એક્યુટાસ્ટોર ૩ કેટેગરીમાં કામ કરી રહી છે. એક્યુટાસ્ટોર યુવા પેઢીના ઉત્પાદનોની શ્રેણીમાં કામ કરે છે, જે યુવા પેઢીને આકર્ષિત કરે છે. દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ જે સૌથી મોટું પ્લેટફોર્મ બને તે વિચાર સાથે એક્યુટાસ્ટોરે એક પરંપરાગત રીતે, સુવિધાજનક અને સફળ વ્યાવસાયિક ભાગીદારીના શ્રી ગણેશ કર્યા છે. ફ્લિપકાર્ટની ધારણાથી સ્કાયરોકેટિંગ ગ્રોથ કર્વ, સહાયતા અને બજારમાં પ્રવેશ “અમને ફ્લિપકાર્ટના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર અમારા પોર્ટફોલિયોને ૩ કેટેગરીમાંથી ૩૦૦ પ્લસ કેટેગરીના વર્ટિકલ્સમાં વિસ્તારતા જાેયા” એમ, મિ. ડે એ કહ્યું. એક્યુટાસ્ટોરના વેચાણના આંકડા નાટ્યાત્મક રીતે વધ્યા અને ગ્રાહકોના વિસ્તારમાં તેજીથી વધારો થયો. કંપની બ્યુટી, વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, મોબાઇલ એક્સેસરીઝ, ઓટોમોબાઇલ એક્સેસરીઝ, માસ્ક, ગ્લવ્ઝ, હેલ્થ સપ્લીમેન્ટ્સ, ઓફિસ સપ્લાય અને અન્ય વિવિધ શ્રેણીઓમાં રિટેલ ઉત્પાદનોનું વેચાણ કર્યું. ” શરુઆતમાં અમને પ્રત્યે દિવસે અંદાજે ૧૦ ઓર્ડર મળ્યા હતા. આજે અમે દરરોજ ૮૦૦ ઓર્ડર શિપ કરીએ છીએ. અમારા જેવા નાના વ્યવસાય માટે આ વૃદ્ધિ અભૂતપૂર્વ છે.” આમ દીપાંકર ડે કહે છે. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડે સેલ દરમિયાન, એક્યુટાસ્ટોરએ એક દિવસમાં જ લગભગ ૪,૦૦૦ ઓર્ડર શિપ કર્યા. દીપાંકર ડે કહે છે, “એ પાંચ દિવસના બિગ બિલિયન ડે સેલ દરમિયાન અમે પાંચ મહિનાનું વેચાણ કરી દીધું.”
Recent Comments