ફ્લોરીડામાં નહેરમાંથી મૃત મળેલી ડોલ્ફિનમાં બર્ડ ફ્લૂના સંક્રમણની પુષ્ટિ થઈ
છેલ્લા થોડા સમયથી અલગ-અલગ બીમારીઓનો સામનો કરી રહેલા વિશ્વ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ડોલ્ફિન અને પોર્પોઈજમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે. વૈજ્ઞાનિકોએ આ અંગે બુધવારે માહિતી આપતા જણાવ્યું છે કે વસંત ઋતુમાં ફ્લોરિડાની એક નહેરમાંથી મૃત મળેલી એક બોટલનોજ ડોલ્ફિનમાં બર્ડ ફ્લૂના સંક્રમણની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા સ્વીડનમાં પોર્પોઈજમાં પણ આ પ્રકારાના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. સ્વીડિશ અધિકારીઓએ માહિતી આપી હતી કે પોર્પોઈજમાં પણ આ જ પ્રકારનો એવિયન ઈન્ફ્લૂએન્ઝાની પુષ્ટિ થઈ હતી. ઉત્તર અમેરિકા અને યુરોપીય પક્ષીઓમાં એવિયન ફ્લૂ મોટા પ્રમાણમાં ફેલાયો છે. વાઈરસના આ વેરિયન્ટે પક્ષીઓને મોટા પ્રમાણમાં અસર કરી છે.
જાેકે હાલ તેની પુષ્ટિ ડોલ્ફિન, પોર્પોઈજ અને વ્હેલમાં થઈ છે. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, મેમ્ફિસમાં સેન્ટ જૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલના એક ઈન્ફ્લૂએન્ઝા વાઈરોલોજિસ્ટ રિચર્ડ બેબીના જણાવ્યા અનુસાર હાલ આ વાઈરસે માત્ર સમુદ્રી સ્તનધારી જીવોને જ સંક્રમિત કર્યા છે, એમ કહેવું ઉતાવળ ગણાશે. તેમણે વધુમાં કહ્યું કે જે રીતે બે અલગ-અલગ મહાદ્વીપો પર બે અલગ-અલગ પ્રજાતીઓમાં તેની પુષ્ટિ થઈ છે, તેના પરથી ખ્યાલ આવે છે કે આ પ્રકારના અન્ય મામલાઓ પણ હશે. ડો.બેબીએ વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તર પર આપણી સર્વિલાન્સ એક્ટિવિટી આ રીતે માત્ર બે ઘટનાઓ માટે ક્યારે પણ સંવેદનશીલ હોતી નથી. જાેકે હવે અમારી ટીમ ફોલો-અપ સ્ટડી માટે ફ્લોરિડાની ટીમની સાથે મળીને કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ડો.બેબી ડોલ્ફિન અને પોર્પોઈજમાં વાઈરસની પ્રારંભિક ઓળખની પ્રક્રિયામાં સામેલ નહોતા. છેલ્લા એક મહિનામાં અમેરિકામાં આયોવા પ્રાંતના એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા પછી અહીં ૫૦ લાખથી વધુ મરધીઓને મારી નાંખવામાં આવી હતી. અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલા એવિયન ફ્લૂને જાેતા ઉત્તરી અમેરિકાના ઝૂ તેના પક્ષીઓને લોકો અને અન્ય વન્યજીવથી દૂર કરી રહ્યાં છે. સંક્રમિત વન્ય પક્ષીઓ ઓછામાં ઓછા ૨૪ પ્રાંતોમાં મળી આવ્યા છે અને આ વાઈરસ લગભગ એક વર્ષથી યુરોપીય અને એશિયામાં પ્રવાસી જળપક્ષીઓમાં સંક્રમણ ફેલા રહ્યો છે.
Recent Comments