બગદાણા ખાતે સાંધાના દુખાવા તેમજ આયુર્વેદિક ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કમર, પગ , ગોઠણ, સાંધાના દુખાવા તેમજ માથાના દુખાવાની વિનામુલ્યે સારવાર મહુવાના સેવાભાવી બાપાસીતારામ વાળા રાજુભાઈ અને ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
આ ફ્રી નિદાન કેમ્પ નું દીપ પ્રાગટય શ્રી ગુરૂ બગદાણા ટ્રષ્ટિગણ તથા આદરણીય વિનુભાઈ સીતારામ, નાયકભાઈ, કાંતિદાદા પુરોહિત,બગદાણા પી એસ આઈ શ્રી ગઢવી , વિક્રમભાઈ મોભ, કરણાભાઈ ભમ્મર,
ગુરુઆશ્રમ ના મેનેજર દિનેશભાઈ,
સુરૂભા, દેવાંગભાઈ સાગર તથા દીપ હોટેલ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કેમ્પ માં સાડા ત્રણસો થી ચારસો દર્દીઓએ વિનામુલ્યે સેવા નો લાભ લીધો હતો. દવાઓ હરેશભાઈ પટેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
Recent Comments