બગસરા અને વડિયા તાલુકામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ માટે લાયસન્સ મેળવવા જોગ
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન બગસરા સબ ડીવીઝનમાં એટલેકે બગસરા અને વડિયા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારૂખાનું રાખવા તથા વેચાણ કરવા માટે ફોર્મ નં.એ.ઈ.૦૫ માં અરજી કરી નમુના એલ.ઈ.૦૫ માં લાયસન્સ મેળવવું ફરજીયાત છે. આ લાયસન્સ મેળવવા માંગતા હોય તેમણે ફોર્મ નં.એ.ઈ.૦૫માં નિયત નમુનામાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી બગસરાને તા. ૪-૧૦-૨૦૨૧ સુધીમાં જરૂરી આધારો સાથે ત્રણ નકલમાં અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ નં. એ. ઈ. ૦૫ માં ઠરેલ નમુનામાં જ કરવાની રહેશે તેમજ સંપૂર્ણ વિગતો સુવાચ્ય અને સચોટ ભરી, અરજી ઉપર અરજદારશ્રીએ તાજુતરનો એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અચુક લગાવવાનો રહેશે. અરજી ઉપર રૂા.૦૩-૦૦ ની કોર્ટ ફી સ્ટેમ્પ અચૂક લગાવવાની રહેશે. અરજી ઉપર લાઈસન્સ ફી રૂા.૯૦૦/- (નવસો) (૦૦૭૦-૬૦-૧૦૩-૦૦) (અન્ય વહીવટી સેવાઓ, રીસીપ્ટ અંડર એક્સ્પ્લોઝીવ એકટ વિગેરે) સદરે ચલણથી સરકારશ્રીમાં જમા કરાવી અસલ ચલણ ફરજીયાત સાથે સામેલ રાખવાનું રહેશે. સુચિત સ્થળનાં બ્લુ પ્રિન્ટ નકશામાં અરજદારશ્રીએ સહી કરી અરજી સાથે ૦૩ (ત્રણ) નકલમાં સામેલ રાખવાનાં રહેશે. સુચિત સ્થળ માલિકી/ભાડા હકક ધરાવતાં હોવા અંગેનાં આધાર પુરાવાઓ બિનચૂક સામેલ રાખવાનાં રહેશે. આ તમામ વિગતો પૈકી અધુરી વિગતે અથવા મુદત બહાર આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ જેની નોંધ લેવા જણાવાયું છે.
Recent Comments