અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૦૫૪૨/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં બગસરા , જેતપુર રોડ પાણીનાં ટાંકા પાછળ ખુલ્લી જગ્યામાં ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ ૨૨૮૮૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે ચારેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૨૨૮૮૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ પર કિ.રૂ. ૦૦ / ૦૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે ૪ ઇસમો પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય આરોપી : ( ૧ ) બાલુભાઇ ભુરાભાઇ કસુવાડા ઉવ .૫૦ ધંધો.પાઉભાજી રહે . ગોકળપરા તા બગસરા જી.અમરેલી ( ૨ ) કિશોરભાઇ બાવાભાઇ જીંજરીયા ઉવ .૪૫ ધંધો.હિરાઘસુ રહે.શાપર તા- બગસરા જી . અમરેલી ( ૩ ) રાજેશભાઇ પરશોતમભાઇ રાંક ઉવ .૪૭ ધંધો.ખેતી રહે.ગોકળપરા તા – બગસરા જી . અમરેલી ( ૪ ) મનસુખભાઇ વાલજીભાઇ કુંભાર ઉવ .૫૮ ધંધો.નોકરી રહે.અમરપરા વાલ્મીકી વાસ બગસરા તા બગસરા જી.અમરેલી
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ શીવરાજભાઇ ખાચર , અનાર્મ હેડ કોન્સ . જયરાજસિંહ રાઠોડ , પો.કોન્સ . સુલતાનભાઇ ગુલાબભાઇ પઠાણ પો.કોન્સ આલકુભાઇ એન.વાળા , પો.કોન્સ.જયદિપભાઇ નાઓ પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .
Recent Comments