અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે જવાની ના પાડી દીધી છે. છેલ્લા એપિસોડમાં આપેલું વચન તૂટવાથી તે નારાજ છે. કપિલ શર્મા અને અક્ષય શર્મા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે પરંતુ છેલ્લા એપિસોડમાં બનેલી એક ઘટના બાદ બંને વચ્ચે બધુ સારું નથી દેખાઈ રહ્યું. એક સૂત્રએ જણાવ્યું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે અક્ષય છેલ્લી વખત તેના શોમાં ગયા હતા. ત્યારબાદ કપિલે એક ફેમસ પોલિટિશિયનનું અક્ષય કુમારે જે ઈન્ટરવ્યુ લીધુ હતું, જેના પર કપિલે મજાક ઉડાવી હતી. ત્યારે અક્ષયે તેને ચેલેન્જ આપી હતી કે તે પ્રખ્યાત પર્સનાલીટીનું નામ લઈને બતાવે.
અક્ષય કુમારે થોડા વર્ષો પહેલા વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો, તે ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી. કપિલે આ ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના સૂત્ર અનુસાર, અક્ષયે તે શોમાં આ સીન પ્રસારિત ન કરવાનું કહ્યું હતું. જેના પર કપિલ અને ચેનલની ટીમે તે સમયે તેને વચન આપ્યું હતું પરંતુ બાદમાં આ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ગયો હતો. આનાથી અક્ષય કુમાર ખૂબ નારાજ છે. અક્ષય આને કપિલ અને તેની ટીમ વતી વિશ્વાસનો ભંગ માને છે અને ફરીથી શોમાં જતા પહેલા તેનો ખુલાસો પણ માંગ્યો છે. અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે તૈયારીઓ શરૂ કરવાનો છે.
આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ કામ કરી રહી છે. આ ફિલ્મ ૧૮ માર્ચ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઘણા સમયથી આ ફિલ્મની રીલીઝ ડેટ આગળ ધપી રહી હતી. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર મોટાભાગે કપિલના શોમાં ગયા છે. પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. જાે રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમાર આ શોમાં ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે નહીં જાય. તેનું મોટું કારણ છેલ્લા શો દરમિયાન બનેલી એક ઘટના છે, જેના પર અક્ષય કુમારે ખુલાસો માંગ્યો છે.
Recent Comments