fbpx
ગુજરાત

બજેટ 2022;આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 21,246 કરોડની જોગવાઈ,નવી મેડિકલ કોલેજ સ્થપાશે

બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 21,246 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં વિવિધ શહેરમાં આવેલી સરકારી હૉસ્પિટલોને અદ્યતન બનાવવા માટે પણ રકમની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવી આયુર્વેદિક તેમજ મેડિકલ કૉલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે* *• કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડની જોગવાઈ. • બાળકોને સઘને પોષણ આપવા બાલ-અમૃત પોષણ યોજના હેઠળ 20 કરોડ રૂપિયાની જોગવાઈ. • નવજાત શિશુ તેમને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા 90 ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી. • સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 150 કરોડની જોગવાઈ. • શહેરી ક્ષેત્રોમાં બાકી રહેતી તમામ સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો પર આરોગ્યકર્મીઓની 1238 નવી જગ્યા ઊભી કરવામાં આવશે. આ માટે 16 કરોડની જોગવાઈ. • વાપીમાં 100 બેડની નવી સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલ બનાવવામાં આવશે. • તબીબી શિક્ષણનો વ્યાપ વધારી વધુ ડોકટર્સ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં 31 મેડિકલ કૉલેજ કાર્યરત છે, જેમાં 5,700 MBBS અને 2000 PGની સીટ ઉપલબ્ધ છે. હાલ બીજી પાંચ મેડિકલ કૉલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં ખાતે નવી મેડિકલ કૉલેજો શરૂ કરવાની વાત બજેટમાં રજૂ કરવામાં આવી છે

Follow Me:

Related Posts