ગુજરાતના 11 જિલ્લામાંથી 1500 જેટલા કાર્યકરો જ જેમાં 145 જેટલા હોદ્દેદારો તાલુકા જિલ્લા ક્ષેત્રે તરીકે કાર્યરત છે. તેઓ આજે આપ પાર્ટીમાં જોડાયા હતાં. ચૂંટણી પહેલાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ જતી હોય છે ત્યારે કમલમ ખાતે જોવા મળ્યું હતું. જયંતીભાઇ કવાડીયા એ કહ્યું કે, બટુકભાઇ વડોદરિયાના પ્રયાસથી ગુજરાતમાં 11 જીલ્લાઓમાંથી આપ પાર્ટીના કાર્યકર્તાઓ પક્ષ છોડી આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે તેવું તેમણે કહી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. ભાજપનો કાર્યકર હંમેશા ચૂંટણી હોય કે ન હોય પરંતુ ગુજરાતની જનતા જનાર્દનની વચ્ચે રહી કામ કરે છે તેવું તેમણ કહ્યું હતું. આ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે ગુજરાતમાં 182 બેઠકો જીતવા સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં ભાજપ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવા દરેક કાર્યકરને પ્રયાસ કરવા હાંકલ કરી. ભાજપનો કાર્યકર હંમેશા ચૂંટણી હોય કે ન હોય પરંતુ ગુજરાતની જનતા જનાર્દનની વચ્ચે રહી કામ કરે છે. આજે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસથી જોડાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દરેક નવા કાર્યકરોની કામ કરવાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરશે તેની હું ખાતરી આપુ છું.
બટુકભાઇ વડોદરિયાના પ્રયાસથી ગુજરાતમાં 11 જીલ્લાઓમાંથી આપ પાર્ટીના કાર્યકર્તાઓ પક્ષ છોડી આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો

Recent Comments