ગુજરાતમાં ડ્રગ્સ લઈને રાજસ્થાન તરફથી આવતા બે શખ્શોને ઝડપ્યા છે. બંને શખ્શો મોરબી તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન જ પોલીસે તેમને ઝડપી લઈને કાર્યાવાહી કરી છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ખોડા ચેકપોસ્ટ પર થરાદ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી,
ત્યારે જ એક કાર આવી પહોંચતા તેની તલાશી લેતા પોલીસને ડ્રગ્સ સાથે બંને યુવક ઝડપાયા હતા. ૪૦. ૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ લઈને બંને યુવકો ક્યાંથી એ તમામ વિગતોની તપાસ શરુ કરવામાં આવી છે. મોરબીના હાર્દિક ઠાકરશી પટેલ અને રવિ પટેલની થરાદ પોલીસે ધરપકડ કરીને કાર જપ્ત કરી છે. બંને આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.
Recent Comments