fbpx
અમરેલી

બર્થડે સેલિબ્રેટ કરવા ઝૂંપડપટ્ટીનાં ૬૩ બાળકો માટે અમરેલી ના જય કાથરોટીયા એ મલ્ટીપ્લેક્સનો આખોય ફિલ્મ શૉ જ બૂક કરી દીધો.પૈસાને જાહોજલાલીમાં વેસ્ટ કરવાની જગ્યા એ ખુશીઓમાં ઇન્વેસ્ટ કર્યા

બર્થડે સેલિબ્રેટ કરવા ઝૂંપડપટ્ટીનાં ૬૩ બાળકો માટે અમરેલી ના જય કાથરોટીયા એ મલ્ટીપ્લેક્સનો આખોય ફિલ્મ શૉ જ બૂક કરી દીધો.પૈસાને જાહોજલાલીમાં વેસ્ટ કરવાની જગ્યા એ ખુશીઓમાં ઇન્વેસ્ટ કર્યા.ગરીબ બાળકોને વૈભવી જીવનશૈલીનો અનુભવ કરાવવા જય કાથરોટીયા એ નવતર પ્રયાસ કર્યો બર્થડે સેલિબ્રેટ કરવા ઝૂંપડપટ્ટીનાં ૬૩ બાળકો માટે મલ્ટીપ્લેક્સનો આખોય ફિલ્મ શૉ જ બૂક કરી દીધો. યંગસ્ટર્સ માટે બર્થડે સેલિબ્રેશન એટલે રાત્રે ૧૨ વાગ્યા પછી રસ્તા પર ટોળે વળવાનું કેક કટિંગ કરવાની મોડી રાત્રે ફુલ સ્પીડ કારમાં ગીતો વગાડી પાર્ટી કરવાની , મિત્રો સાથે નાઈટ આઉટ , હોટેલમાં ડીનર પાર્ટી અને ગિફ્ટ અને ઢગલો પૈસાનો વ્યય … આ એક દિવસ માટે યંગસ્ટર્સ આજે માત્ર પોતાના મિત્રો સામે રોફ બતાવવામાં ઘણો મોટો ખર્ચ કરે છે ત્યારે ધણા એવા પણ યંગસ્ટર્સ છે કે જે પોતાના જન્મદિવસને કોઈ અન્ય વ્યક્તિના ફેસ પર સ્માઇલ લાવી ઉજવવાનો પ્રયત્ન કરે છે અને તે વર્ષો માટે યાદગાર બની જાય છે.અમરેલીમાં રહેતા જય કાથરોટીયા એ પોતાના જન્મદિવસ ને ખાસ બનાવવા એક અનોખો પ્રયાસ કર્યો.
આ વર્ષે જય કાથરોટીયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે હુડકો ઝુંપડપટ્ટી ના ૬૩ બાળકોને મલ્ટી પ્લેક્સ માં ફિલ્મ બતાવી હતી.તેમજ કેક કાપીને ગરીબ બાળકો સાથે જન્મદિવસ ની અદ્ભુત ઉજવણી કરી હતી. સામાન્ય રીતે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તાના પેકેટ કે એવી વસ્તુ આપવા જતું હોય છે પરંતુ આ બાળકો થિયેટર માં પ્રથમ વખત તેમના માધ્યમથી ગયા હતા.
મલ્ટી પ્લેક્સમાં મોટા પડદા ફર ફિલ્મ જોઇ બાળકોમાં અત્યંત ખુશીની ભાવના થઈ હતી.તેઓ પ્રથમવાર મોટા પડદા પર ફિલ્મ નિહાળી રહ્યા હતા.આ બાળકોને મોટીવેશન મળી રહે એ માટે “આઇ.એમ કલામ” જે આવા જ એક ઝૂંપડપટ્ટીના બાળક પર આધારિત ફિલ્મ છે એ બતાવવામાં આવી.બાળકો સારી રીતે ફિલ્મનો આનંદ માણી શકે માટે એંજલ સિનેમા ના સ્ટાફ મિત્રો દ્વારા પણ પૂરતો સહિયોગ મળ્યો હતો.આપવાનો આનંદ એ સાચો આનંદ છે એવું જય કાથરોટીયાએ જણાવ્યું હતું.બાળકોના મોઢાનું સ્મિત અને હૈયાનો હરખ એ જય કાથરોટીયા ને આ સેલિબ્રેશન ના ગિફ્ટ સ્વરૂપે મળ્યું હતું.જય કાથરોટીયા દ્વારા કરવામાં આવેલું આ અનોખું સેલિબ્રેશન એ ખોટા ખર્ચાઓ કરતા અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે.

Follow Me:

Related Posts