બળજબરીથી પોતાના મકાન ખાલી કરાવાય છે અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના હપ્તાકાંડ, કટકી અંગે હાલ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. પોલીસની કામગીરી અંગે અનેક સવાલો થઈ રહ્યા છે તેમ છતાં કોઈ કાયદો કે પરિણામ મળ્યા નથી. ત્યારે રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ ગેંગ રચી એક પછી એક મકાન પર કબજાે જમાવી ૨૦ મકાન પર કબજાે જમાવી દીધો છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં અંતે મામલો હત્યાની કોશિશ સુધી પહોંચ્યો હતો, ગેંગ રચીને ગોરખધંધા રચનાર મયૂર જાડેજા સહિતના શખ્સો સામે ગુજસીટોક હેઠળ શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સવાલ સોસાયટીના રહીશોએ કહ્યો હતો.
મયૂર જાડેજા, ભરત ઉર્ફે ભૂરો અને તેની ટોળકીને પોલીસના આશીર્વાદ છે, અનેક વખત પોલીસને રજૂઆત કરવામાં આવી પરંતુ કોઇ કાર્યવાહી થતી નથી. ભૂમાફિયાઓને ખ્યાતનામ બિલ્ડરનું પીઠબળ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી, છેલ્લા ત્રણ વર્ષમાં આ ગેંગે ૨૦ મકાન ખાલી કરાવ્યા છે અને બાકીના ૧૮ મકાન ખાલી કરાવવા કાયદો હાથમાં લઇને લોકોને હેરાન કરી રહ્યા છે, પીએમઓ, સીએમઓ, માનવ અધિકાર પંચને લેખિતમાં અને મુખ્યમંત્રી તથા પોલીસ કમિશનરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી.
Recent Comments