બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલી હિંસા અને તોફાનો ના કારણે ત્યાં ભણવા ગયેલા વિધ્યાર્થીઓના માતા પિતા ની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં ચિંતામાં વધારો થયો હતો પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત, એકદમ સુરક્ષિત રીતે વતન પરત આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં સ્મ્મ્જીના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.
બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા

Recent Comments