fbpx
અમરેલી

બાબરાનાં ખંભાળા ગામે રોકડીયા હનુમાનજી મહારાજને અંકુરભાઈ જસાણી પરિવારદ્વારા થાળ ધરાયો

બાબરા તાલુકાના   ખંભાળા ગામે પુજય બ્રહ્મલીન સંત તુલસીદાસબાપુના આશ્રમ ખાતે શ્રી રોકડીયા હનુમાનજીને બાબરાના અગ્રણી વેપારી અને નગરપાલિકા સભ્‍ય અંકુરભાઈ બટુકભાઈ જસાણી પરિવાર દ્વારા થાળ ધરી પુજન અર્ચન કરવામાં આવ્‍યું હતું. અહી રોકડીયા હનુમાનજી મહારાજને થાળ નિમિતે આયોજિત મહાપ્રસાદમાં પુર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંધાડ, ભાજપ અગ્રણી મહેશભાઈ ભાયાણી, નગરપાલિકાના ઉપ પ્રમુખ વસંતભાઈ તેરૈયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, અજીતભાઈ ખોખરીયા, નીતિનભાઈ દસલાણીયા, ખોડલભાઈ મકવાણા, ભરતભાઈ રંગપરા, દેવશીભાઈ મારૂ, મુકેશભાઈ પીપળવા, અનિલભાઈ ચૌહાણ, શૈલેષભાઈ કુબાવત, રાજુભાઈ બસિયા, પંકજ ઈન્‍દ્રોડીયા, લાલભાઈ જસાણી, રાકેશભાઈ સેદાણી, સવજીભાઈ બાંભવા, સહિતના અગ્રણીઓ પત્રકાર મિત્રો અને સગા સંબંધીઓ અને મિત્રવૃંદ ઉપસ્‍થિત રહયા હતા. રાજયના પુર્વ કેબિનેટ પ્રધાન અને લાઠી બાબરાના પુર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંધાડ દ્વારા આશ્રમના શ્રીધરદાસ બાપુ તેમજ લાલદાસ બાપુને ધાબળા અર્પણ કરી સન્‍માનિત કરી પુજન અર્ચન કરવામાં આવ્‍યું હતું.

Follow Me:

Related Posts