અમરેલી તા.૩ જુલાઈ, ૨૦૨૫ (ગુરુવાર) ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સએ NEXT જનરેશન APT એપ્લિકેશનની લોન્ચ કરવાની ઘોષણા કરી છે, જે ડિજિટલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ તરફ આપણા પ્રવાસમાં એક મોટું પગલું છે. આ રુપાંતરક પહેલના ભાગરુપે, અપગ્રેડેડ સિસ્ટમને તા.૨૨.૦૭.૨૦૨૫ના રોજ અમરેલી ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસમાં લાગુ થશે.
આ અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે તા.૨૧.૦૭.૨૦૨૫ના રોજ એક આયોજીત ડાઉનટાઈમ રાખવામાં આવ્યું છે. તા.૨૧.૦૭.૨૦૨૫ સોમવારના રોજ, અમરેલી ડીવીજનની તમામ પોસ્ટ ઓફિસોમાં કોઈપણ જાહેર વ્યવહાર કરવામાં આવશે નહિ.
ડેટા સ્થળાંતર, સિસ્ટમ માન્યતા અને ગોઠવણી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે, નવી સિસ્ટમ સરળતાથી અને કાર્યક્ષમ રીતે કાર્યરત થાય તે સુનિશ્ચિત કરવા માટે આ સેવાઓને લગતી કામગીરી કામચલાઉ રીતે બંધ રાખવી જરુરી છે.
APT એપ્લિકેશનએ વધુ સારો વપરાશકર્તા અનુભવ, ઝડપી સેવા પ્રદાન અને વધુ યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે ડિજિટલ રીતે સક્ષમ, કાર્યક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર પોસ્ટલ કામગીરી પ્રદાન કરવાની અનિવાર્ય પ્રતિબદ્ધતા દર્શાવે છે.
તેઓ પોસ્ટ ઓફિસમાં મુલાકાત માટે અગાઉથી યોજના બનાવે અને આ સંક્ષિપ્ત વિક્ષેપ દરમિયાન પોસ્ટ ઓફિસને સહયોગ કરે તેવો અનુરોધ મૂલ્યવાન ગ્રાહકોને કરવામાં આવ્યો છે.
પગલાં દરેક નાગરિકને શ્રેષ્ઠ, ઝડપી અને વધુ ડિજિટલ રીતે સક્ષમ સેવાઓ પ્રદાન કરવાની ખાતરી માટે લેવામાં આવ્યા છે તેમજ કોઈ પણ અસુવિધા માટે ખેદ વ્યક્ત કરવાની સાથે પોસ્ટ વિભાગ દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે, તેમ અમરેલી ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments