અમરેલી

બાબરાના વાવડા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપતા જિલ્લા કલેક્ટર

ગત શનિવારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સમીક્ષા મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ વાવડા, ખાનપર, કલોરાણા, રાયપર, સમઢિયાળા, સુકવળા, નીલવડા અને કોટડાપીઠા જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રી સાથે સ્થાનિક વહીવટી તંત્રવા અધિકારી કર્મચારીઓ તેમજ ગ્રામજનો ભોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts