fbpx
વિડિયો ગેલેરી

બાબરા અને દામનગર વિસ્‍તારનાં 30 કરોડનાં માર્ગ મંજૂર કરાવતા ધારાસભ્‍ય ઠુંમર

લાઠી બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્‍તારમાં ગ્રામ્‍ય વિસ્‍તારના માર્ગોઅને શહેરને જોડતા માર્ગો તેમજ સુવિધાપથ જેવા માર્ગો સતત રાજય સરકારમાં મંજૂર કરાવી લોકોને વધુ સવલતો ઉપલબ્‍ધ કરાવી રહયા છે. ત્‍યારે ફરીવાર લાઠી વિધાનસભા વિસ્‍તારના બાબરા અને દામનગર પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ 30 કરોડના માર્ગો મંજૂર કરાવતા અહીંના લોકોમાં આનંદની લાગણી પ્રસરી      ગઈ છે.

ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજયના માર્ગ અને મકાન વિભાગ પાસેથી પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ત્રીજા તબકકામાં બાબરા તાલુકાના કીડી, નાનીકુંડલ, બળેલ પીપળીયા, ખીજડીયા કોટડા, ફુલજર 6.84 કિલોમીટરનો માર્ગ રૂપિયા 377.64 લાખના ખર્ચે મંજૂર કરાવ્‍યો છે. તેમજ દામનગર વિસ્‍તારના રાભડા, ભટ્ટવદર, ભમરીયા માર્ગ 7.પ4 કિલોમીટરનો મંજૂર કરાવી જોબ નંબર આપી જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના પણ આપવામાં આવેલ છે. ઉપરોકત તમામ ગ્રામ્‍ય વિસ્‍તારના કુલ ર3.પ0 કિલોમીટરનો માર્ગ રૂપિયા 1369 લાખના ખર્ચે (ત્રીસ કરોડ) બનશે. ત્‍યારે તમામ માર્ગ પૂરતી લંબાઈની સાથે પ.પ0 મીટરનો પહોળો બનાવવાની પણ સાથે સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્‍યું હતું કે ગામડાઓ રોડ રસ્‍તાઓથી વધુ સજજ બને તે માટેના પ્રયાસો અને રજૂઆત રાજય સરકારમાં કરવામાં આવતી હોયછે. ત્‍યારે રાજય સરકાર દ્વારા લાઠી વિધાનસભા વિસ્‍તારમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ એક અંદાજ મુજબ ત્રીસ કરોડ ફાળવતા ગામડાઓના રસ્‍તાઓની સુવિધાઓ ઉપલબ્‍ધ થશે.

Follow Me:

Related Posts