બાબરા ખાતે ૨૭ જાન્યુઆરીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
૧૫ જાન્યુઆરી સુધી અરજી સ્વીકારવામાં આવશે
તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૭ જાન્યુઆરીના મામલતદાર કચેરી બાબરા ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫ જાન્યુઆરી સુધી મામલતદારશ્રીની કચેરી બાબરાને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવાનું જણાવેલ છે. આ કાર્યક્રમમાં સામુહિક, નીતિ વિષયક, કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો કે કર્મચારી વિષયક પ્રશ્નો રજુ થઇ શકશે નહિ જેની નોંધ લેવા મામલતદારશ્રી બાબરાની અખબારી યાદીમાં જણાવેલ છે
Recent Comments